India News: સુપ્રીમ કોર્ટે પતંજલિને ફટકાર લગાવી અને ખોટો પ્રચાર ન કરવાની સૂચના આપ્યાના સમાચાર બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. ષડયંત્રનો આરોપ લગાવતા રામદેવે કહ્યું કે કેટલાક ડોક્ટરોએ એક ગૃપ બનાવ્યું છે જે યોગ અને આયુર્વેદ વિરુદ્ધ સતત પ્રચાર કરે છે. જો અમે જુઠ્ઠા હોઈએ તો અમારા પર 1000 કરોડ રૂપિયાનો દંડ થવો જોઈએ. જો અમે ભૂલ કરી હોય તો અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ.
યોગ ગુરુ સ્વામી રામદેવ આગળ પોતાની વાત કહે છે, “ગઈકાલથી વિવિધ મીડિયા સાઇટ્સ પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે પતંજલિને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે ખોટો પ્રચાર કરશો તો તમને દંડ થશે. અમે SCનું સન્માન કરીએ છીએ પરંતુ અમે કોઈ ખોટો પ્રચાર નથી કરી રહ્યા. કેટલાક ડોકટરોએ એક ગૃપ બનાવ્યું છે જે યોગ, આયુર્વેદ વગેરે વિરુદ્ધ સતત પ્રચાર કરે છે.
બાબા રામદેવે કહ્યું, ‘જો અમે જુઠ્ઠા હોઈએ તો અમારા પર 1000 કરોડનો દંડ કરો, અને અમે મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ, પરંતુ જો અમે ખોટા ન હોઈએ તો જે લોકો ખરેખર ખોટો પ્રચાર કરી રહ્યા છે તેમને સજા કરો. છેલ્લા 5 વર્ષથી રામદેવ અને પતંજલિને નિશાન બનાવીને ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
#WATCH | Haridwar, Uttarakhand: Yog Guru Swami Ramdev says, "Since yesterday, on different media sites, one news story has gone viral that the Supreme Court (SC) reprimanded Patanjali. SC said that if you do false propaganda, then you will be fined… We respect SC. But we are… pic.twitter.com/goYHV337QM
— ANI (@ANI) November 22, 2023
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેંચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ની અરજી પર સુનાવણી કરતા પતંજલિ વિરુદ્ધ પોતાની મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, ‘પતંજલિ આયુર્વેદની આવી તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો બંધ કરવી જોઈએ. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ ગંભીરતાથી લેશે.
IMAની અરજી પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને નોટિસ જારી કરવામાં આવી છે. ટૂંકી સુનાવણી દરમિયાન, ડિવિઝન બેન્ચે પતંજલિ આયુર્વેદને દવાની આધુનિક પદ્ધતિઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું.