અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધી
ગુજરાતી નાટક, ટીવી સીરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર દર્શન જરીવાલા અને અપરા મહેતા ના લગ્ન વર્ષ 1980 માં થયા હતા. બંને થિયેટરના સમયથી એકબીજાને ઓળખતા હતા. જોકે લગ્નના કેટલાક વર્ષો બાદ તેમની વચ્ચે વૈચારિક મતભેદો શરૂ થયા હતા અને વર્ષ 2003 થી બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા હતા. કાયદાકીય રીતે ડિવોર્સ લીધા વિના બંને દાયકાઓથી અલગ અલગ જીવન જીવી રહ્યા છે.
અપરા મહેતાના આક્ષેપો અને વિવાદની શરૂઆત
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અપરા મહેતાએ પોતાના ભૂતકાળ અને દર્શન જરીવાલા સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. અપરા મહેતાએ દાવો કર્યો હતો કે, દર્શન જરીવાલાએ તેમને ભૂતકાળમાં અનએટ્રેક્ટિવ (અસુંદર) કહ્યા હતા.

અલગ થવાનું કારણ: સંબંધોમાં સતત તણાવ અને એકબીજા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં તફાવતને કારણે તેઓ અલગ થયા હતા.
ડિવોર્સ ન લેવાનું કારણ: બંનેએ બાળકો અને પરિવારના હિતને ધ્યાનમાં રાખીને કાયદાકીય ડિવોર્સ લીધા વિના અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો.
દર્શન જરીવાલાનો પલટવાર
અપરા મહેતાના આ ઈન્ટરવ્યુ બાદ દર્શન જરીવાલાએ મૌન તોડ્યું છે અને આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. દર્શન જરીવાલાએ પોતાના પક્ષમાં જણાવ્યું કે. અપરા મહેતા સહાનુભૂતિ મેળવવા માટે ઈન્ટરવ્યુમાં ‘વિક્ટિમ કાર્ડ’ રમી રહ્યા છે. તેમણે ક્યારેય અપરા મહેતાનું અપમાન કર્યું નથી. ભૂતકાળની વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. બંને પોતાની સંમતિથી અલગ થયા હતા અને આટલા વર્ષો પછી આ મુદ્દાને ફરી ઉછાળવો યોગ્ય નથી.

