Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ

સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ - Lok Patrika
Published By: Alpesh Karena
Last Updated: 11:17 PM, 01 September 2026 Google News FOLLOW ON Google News

સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું અને સુરક્ષિત ઘર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટી સંખ્યામાં આવાસો ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસોના કેટલાક મૂળ લાભાર્થીઓ દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવતાં મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. ગરીબ પરિવારો માટેની આવાસ યોજનાના લાભનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન દિગ્વિજયસિંહ બારડે તમામ ઝોનમાં સઘન તપાસના આદેશ આપ્યા હતા.

આ આદેશ બાદ સુરત મનપાની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરના વિવિધ ઝોનમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન મનપાના આવાસોમાં મૂળ લાભાર્થી રહે છે કે નહીં, મકાન ભાડે આપવામાં આવ્યું છે કે નહીં તેમજ મકાન બંધ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર સર્વે બાદ સામે આવેલા આંકડાઓએ મનપાના આવાસ આયોજન અને લાભાર્થીઓના વાસ્તવિક ઉપયોગ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

PM Awas Yojana Surat
સુરત મનપાના સર્વેમાં 917 આવાસો ભાડે અને 6135 મકાનો બંધ મળતાં નોટિસ

17,066 આવાસોની તપાસ, 917 મકાનો ભાડે મળ્યા

મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં કુલ 17,066 આવાસોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 917 મકાનોમાં મૂળ લાભાર્થીના બદલે ભાડૂઆત રહેતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે, યોજનાનો લાભ મેળવનાર કેટલાક લાભાર્થીઓએ પોતાના નામે ફાળવાયેલા આવાસો અન્ય લોકોને ભાડે આપ્યા હોવાની સ્થિતિ બહાર આવી છે.
આ ઉપરાંત સર્વે દરમિયાન 6,135 મકાનો તાળાં મારેલી અને બંધ હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે 8,925 મકાનોમાં મૂળ લાભાર્થીઓ રહેતા હોવાનું મનપાની ટીમને જાણવા મળ્યું છે.

Surat SMC PM Awas Yojana survey notice
સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરરીતિ તપાસ

આ આંકડાઓને પગલે મનપા તંત્ર દ્વારા હવે આવાસ યોજનાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની વધુ કડક તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અઠવા ઝોનમાં મોટી સંખ્યામાં આવાસો બંધ

ઝોનવાર સર્વેના આંકડા પર નજર કરીએ તો અઠવા ઝોનમાં કુલ 4,506 આવાસોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1,875 મકાનોમાં મૂળ લાભાર્થી રહેતા, જ્યારે 398 મકાનો ભાડે આપેલા મળી આવ્યા હતા. આ ઉપરાંત અઠવા ઝોનમાં 2,213 આવાસો બંધ હાલતમાં મળી આવ્યા હતા.

રાંદેર ઝોનમાં 7,343 આવાસોનો સર્વે

રાંદેર ઝોનમાં સૌથી વધુ 7,343 આવાસોનો સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં 4,283 મકાનોમાં મૂળ લાભાર્થી રહેતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 333 મકાનો ભાડે આપેલા મળી આવ્યા હતા. રાંદેર ઝોનમાં 2,727 આવાસો બંધ હાલતમાં મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવાસો બંધ મળતાં હવે મનપા દ્વારા આવા મકાનોના ફાળવણીના હેતુ અને વાસ્તવિક ઉપયોગ અંગે વધુ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

હવે દર મહિને થશે સરપ્રાઇઝ ચેકિંગ

મનપા તંત્રનો મુખ્ય હેતુ એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જે પરિવારને મળ્યો છે તે પરિવાર જ તેનો વાસ્તવિક ઉપયોગ કરે. આવાસ અન્ય વ્યક્તિને ભાડે આપવો કે લાંબા સમય સુધી મકાન બંધ રાખવું જેવી બાબતો સામે હવે કડક નજર રાખવામાં આવશે. મનપાની ટીમો દ્વારા આગામી દિવસોમાં પણ વિવિધ આવાસ યોજનાઓમાં અચાનક તપાસ કરવામાં આવશે. લાભાર્થીના નામે મકાન હોવા છતાં ત્યાં અન્ય વ્યક્તિ રહેતી હોવાનું અથવા મકાન ભાડે આપવામાં આવ્યું હોવાનું જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી આ સેવા સંપૂર્ણપણે મફત, પહેલા ખર્ચ થતો હતોઆધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી આ સેવા સંપૂર્ણપણે મફત, પહેલા ખર્ચ થતો હતો
વાહ: ધનતેરસ પહેલાં સોનું સસ્તું થયું; દિવાળી સુધીમાં ભાવમાં હજુ આટલો ઘટાડો થશે, જાણો નવા ભાવવાહ: ધનતેરસ પહેલાં સોનું સસ્તું થયું; દિવાળી સુધીમાં ભાવમાં હજુ આટલો ઘટાડો થશે, જાણો નવા ભાવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર મૈથિલી ઠાકુર સાથે મુલાકાત કરી, એવી ગિફ્ટ આપી કે મૈથિલી મોજમાં આવી ગઈમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર મૈથિલી ઠાકુર સાથે મુલાકાત કરી, એવી ગિફ્ટ આપી કે મૈથિલી મોજમાં આવી ગઈ
એક તોલું સોનું 1.5 લાખમાં આવશે, ચાંદીમા પણ તોતિંગ વધારો, હવે દિવાળી સુધી ભાવ વધતા જ રહેશે!એક તોલું સોનું 1.5 લાખમાં આવશે, ચાંદીમા પણ તોતિંગ વધારો, હવે દિવાળી સુધી ભાવ વધતા જ રહેશે!
નર્મદા જિલ્લામાં પુલના બાંધકામમાં કાંડ: કોન્ટ્રાક્ટર સામે CM ભૂપેન્દ્ર પટેલના કડક પગલાં, FIR દાખલનર્મદા જિલ્લામાં પુલના બાંધકામમાં કાંડ: કોન્ટ્રાક્ટર સામે CM ભૂપેન્દ્ર પટેલના કડક પગલાં, FIR દાખલ
સોના-ચાંદીના ભાવમાં ફરીથી વધારો; ચાંદી તો 2.12 લાખને પાર; સોનાના ભાવ પણ તમને ડરાવી દેશેસોના-ચાંદીના ભાવમાં ફરીથી વધારો; ચાંદી તો 2.12 લાખને પાર; સોનાના ભાવ પણ તમને ડરાવી દેશે
સુરતમાં મિલકત વિવાદમાં ખુની ખેલ, માતા અને નાના ભાઈને છરીના ઘા મારી પતાવી દીધા; આરોપીની ધરપકડસુરતમાં મિલકત વિવાદમાં ખુની ખેલ, માતા અને નાના ભાઈને છરીના ઘા મારી પતાવી દીધા; આરોપીની ધરપકડ
માતાજીના 9 માં નોરતે 9 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ??માતાજીના 9 માં નોરતે 9 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ??
વડોદરામાં ગૂગલ મેપ્સ રામ ભરોસે, અલકાપુરી અંડરપાસમાં ટ્રક ફસાયો, ટ્રાફિક પોલીસે JCB થી માંડ કાઢ્યોવડોદરામાં ગૂગલ મેપ્સ રામ ભરોસે, અલકાપુરી અંડરપાસમાં ટ્રક ફસાયો, ટ્રાફિક પોલીસે JCB થી માંડ કાઢ્યો
અનંત અંબાણીએ સામુદાયિક પશુ-પ્રાણીઓના કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ લોન્ચ કરીઅનંત અંબાણીએ સામુદાયિક પશુ-પ્રાણીઓના કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ લોન્ચ કરી
લાખો લોકોનું ભલું થશે: રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે લાંબાગાળાની સહભાગિતાનો પ્રારંભલાખો લોકોનું ભલું થશે: રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે લાંબાગાળાની સહભાગિતાનો પ્રારંભ
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યોરિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

Tags:

PM Awas Scam SuratPM Awas SurveyPM Awas Yojana SuratSurat Municipal CorporationSurat PM Awas YojanaSurat SMC News
Author

Alpesh Karena

Follow Me
Other Articles
Jilani Bridge Surat
Previous

સુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકા

અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ - મને 'કદરૂપી સ્ત્રી' કહીને છોડી દીધી - Lok Patrika
Next

અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધી

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper