જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણ માટે બનાવો ટેસ્ટી પંજરી, જાણો બનાવવાની રીત
જન્માષ્ટમીનો પાવન તહેવાર સમગ્ર દેશમાં ભક્તિભાવ, હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિને ખાસ કરીને પંજરી, લાડુ અને પંચામૃત જેવા વિવિધ નૈવેદ્યો ધરાવવામાં આવે છે, પરંતુ આ પવિત્ર પ્રસાદમાં સૌથી વધુ મહત્વ પંજરી ધરાવે છે. જન્માષ્ટમી માટે ખાસ તૈયાર થતી ધાણા પંજરીમાં કાજુ, બદામ અને નાળિયેર જેવા ડ્રાયફ્રૂટ્સ ઉમેરવામાં આવે છે.
સામગ્રી
ધાણા પાવડર: 2 કપ
ઘી: ¼ કપ
કાજુ: 10-12 (સમારેલા)
બદામ: 10-12 (સમારેલા)
મખાણા : 1 કપ
પીસેલી ખાંડ: ½ કપ
એલચી પાવડર: ½ ચમચી
પંજરી બનાવવાની રીત
સૌ પ્રથમ સ્વાદિષ્ટ પંજરી બનાવવા માટે પહેલા આખા ધાણા લો અને તેને મધ્યમ તાપ પર શેકી લો. બાદમાં કાજુ, બદામ અને મખાણાના નાના ટુકડા કરો. હવે એક પેન લો અને તેમાં 1 ચમચી દેશી ઘી ગરમ કરો અને કાજુ, બદામ અને મખાણા શેકો. ત્યારબાદ શેકેલા ધાણાના બીજ થોડા ઠંડા થઈ જાય પછી તેને મિક્સરમાં બારીક પીસી લો. હવે એક બાઉલમાં પીસેલા ધાણા, ડ્રાયફ્રૂટ્સ અને પાઉડર ખાંડ ભેળવો. એલચી પાવડર અને બાકીનું ઘી ઉમેરો અને પછી બધું બરાબર મિક્સ કરો. તો તમારી સ્વાદિષ્ટ અને પંજરી તૈયાર છે.

