કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…
જાણીતી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના અંગત જીવનમાં મોટો વિવાદ સામે આવ્યો છે. લાંબા સમયથી પતિ અને સાસરિયાં સાથે ચાલી રહેલા વિવાદ બાદ આખરે ગાયિકાએ કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. અમદાવાદ ખાતે નોંધાવેલી ફરિયાદમાં તેણે પતિ પર શારીરિક-માનસિક ત્રાસ આપવાના અને હેરાનગતિના ગંભીર આક્ષેપો કર્યા છે.
અમદાવાદના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
કિંજલ રબારીએ અમદાવાદ ખાતે પોતાના પતિ અને સાસરી પક્ષના સભ્યો સામે ગંભીર આક્ષેપો સાથે એક પત્ર લખ્યો છે, જેમાં તેણે પતિ પંર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કિંજલ અનુસાર, તેને અશોક ચૌધરી સાથે ક્યારેય છૂટાછેડા લેવા ન્હોતા, પરિવારે બળજબરીપૂર્વક હાઇકોર્ટમાં જવાબ અપાવ્યો હતો અને બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધી હતી. તે મારી સાથે બળજબરી કરતો હતો.
માનસિક અને શારીરિક ત્રાસ: કિંજલનો આરોપ છે કે લગ્ન બાદ થોડા જ સમયમાં તેને નાની-નાની બાબતોમાં હેરાન કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

આર્થિક અને સામાજિક આક્ષેપો: ફરિયાદમાં જણાવાયા મુજબ, તેના સંગીત કારકિર્દી અને કાર્યક્રમોને લઈને પણ વિવાદો ઉભા કરવામાં આવતા હતા.
સાસરિયાંની દખલગીરી: પતિ ઉપરાંત સાસરિયાંના અન્ય સભ્યો દ્વારા પણ સતત દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અપહરણના વીડિયો વાયરલ થયા બાદ કિંજલ રબારી કર્યો ખુલાસો છે. કહ્યું કે, તેનું અપહરણ નથી થયું તે જાતે જ પોતાના પતિ સાથે ગઈ છે
કિંજલ રબારીએ વીડિયોમાં અન્ય પણ અનેક ખુલાસાઓ કર્યાં છે.#Kinjalrabari https://t.co/HZAdxkVckM
— Vimal Prajapati GJ (@mgvimal_12) September 6, 2026
સોશિયલ મીડિયા પર ચર્ચા અને ચાહકોની પ્રતિક્રિયા
કિંજલ રબારીના લોકપ્રિય ગીતોને કારણે તેનો બહોળો ચાહકવર્ગ છે. લગ્નજીવનમાં ભંગાણ અને પોલીસ ફરિયાદના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેના ચાહકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે:
- અફવાઓ પર વિરામ: અત્યાર સુધી જે અટકળો ચાલી રહી હતી તે હવે કાયદાકીય વળાંક લઈ ચૂકી છે.
- પોલીસ તપાસ: પોલીસે ફરિયાદના આધારે બંને પક્ષોના નિવેદન નોંધવાની અને કાયદેસરની તપાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં કાયદાકીય જોગવાઈ મુજબ પ્રાથમિક તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, 6 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ચાંદખેડામાં કિંજલ રબારીનું અપહરણ થયાની મુકેશ દેસાઈએ અમદાવાદ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા શખસો કારમાં આવીને તેની પત્નીનું અપહરણ કરી લઈ ગયા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી CCTVની તપાસ કરતા કિંજલ જાતે જ કારમાં બેસતી જોવા મળી હતી. થોડીવારમાં જ કિંજલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેણે પોતાનું અપહરણ થયું હોવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતે જ તેની મરજીથી પતિ અશોક ચૌધરી પાસે આવી છે.













