11 ડિસેમ્બરે શનિ થશે માર્ગી, વક્રી ચાલ પૂરી થતાં જ આ રાશિઓના ચમકશે ભાગ્ય!
વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મના ફળદાતા માનવામાં આવે છે. વર્ષ પૂરું થતાં પહેલાં શનિદેવ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. 11 ડિસેમ્બરના રોજ શનિદેવ પોતાની વક્રી (ઉલ્ટી) ચાલ છોડીને માર્ગી (સીધી) ચાલ ચાલવાનું શરૂ કરશે. શનિની આ સીધી ચાલ 3 જૂન 2027 સુધી રહેશે, જેની સકારાત્મક અસર અનેક રાશિઓ પર જોવા મળશે.
શનિની આ સીધી ગોચર ચાલથી ખાસ કરીને નોકરી, બિઝનેસ અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને રાહત મળશે.
આ રાશિઓના ભાગ્ય ચમકશે અને મળશે મોટો લાભ
વૃષભ રાશિ: કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ ઉત્તમ સાબિત થશે. નોકરીમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે, નવી જવાબદારીઓ મળશે અને વેપારમાં રોકાયેલા કામો ફરી શરૂ થશે.
મિથુન રાશિ: ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરી બદલવાનો વિચાર કરી રહેલા લોકોને નવી તકો મળશે. અટકેલા નાણાકીય કામો પૂરા થશે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
તુલા રાશિ: આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વેપારીઓને નવી ડીલ અથવા નવા ગ્રાહકોથી મોટો ફાયદો થશે.
મકર રાશિ: શનિના માર્ગી થવાથી કાર્યક્ષેત્રમાં ઉચ્ચ પદ અને પ્રમોશનના યોગ બનશે. લાંબા સમયથી અટકેલા પૈસા પરત મળશે અને માન-સન્માનમાં વધારો થશે.
શનિ માર્ગી દરમિયાન શું કાળજી રાખવી?
શનિદેવ કર્મના કારક હોવાથી આ સમય દરમિયાન સખત મહેનત કરનારા લોકોને શુભ પરિણામો મળશે. કોઈપણ અનૈતિક કામોથી દૂર રહેવું અને શનિવારે શનિ મંદિરમાં તેલનું દાન કરવાથી શનિદેવની કૃપા બની રહેશે.









