ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના દરેક લોકો ચાહક છે. વિરાટ કોહલી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર સારાહ ટેલર અને વિરાટ કોહલીની કહાની પણ ઘણી લોકપ્રિય રહી છે. વર્ષ 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર આવેલો વિરાટ કોહલી એકવાર સવારે પાંચ વાગ્યે સારાના રૂમમાં પહોંચ્યો હતો. આ વાતનો ખુલાસો સારાહ ટેલરની સાથી ખેલાડી કેટ ક્રોસે કર્યો હતો. કેટ ક્રોસે એક ટ્વીટ કર્યું હતું, જેમાં સારાહ ટેલરને ટેગ કરતા તેણે કહ્યું હતું કે, ‘પાંચ વર્ષ પહેલા જ્યારે વિરાટ કોહલી તમને મળવા માંગતો હતો.’ આ ટ્વીટની સાથે ક્રોસે કોહલીનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે ઈંગ્લિશ મહિલા ક્રિકેટરો સાથે હસતો જોવા મળી રહ્યો છે.
5 years ago since @imVkohli wanted to meet you @Sarah_Taylor30!! pic.twitter.com/dRi5XKcwqh
— Kate Cross (@katecross16) April 7, 2019
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર કેટ ક્રોસના જણાવ્યા અનુસાર, વિરાટ કોહલી પોતે સારાહ ટેલરને મળવા માટે સવારે પાંચ વાગ્યે તેના રૂમમાં પહોંચ્યો હતો. સારાહ ટેલરે કેટ ક્રોસના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, ‘મને સવારે પાંચ વાગ્યે નાસ્તો કરવા માટે કહેવામાં આવે ત્યારે મને આવો વેકઅપ કોલ ક્યારેય આવ્યો નથી’. ક્રોસની આ તસવીરમાં વિરાટ કોહલી સારાહ ટેલર અને ક્રોસ સાથે જોવા મળે છે. ઈંગ્લેન્ડ માટે સારાહ ટેલરે 126 વનડેમાં 4056 રન, 90 ટી20માં 2177 રન અને 10 ટેસ્ટમાં 300 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેણે વિકેટકીપર તરીકે 232 વિકેટ ઝડપી હતી જે એક રેકોર્ડ છે. પરંતુ 2019માં તણાવને કારણે સારાએ પોતાની ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી દીધું. એક ઈન્ટરવ્યુમાં સારાહ ટેલરે કહ્યું હતું કે વિરાટ કોહલી તેનો ફેવરિટ ક્રિકેટર છે.