Cricket News: દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે પોતાના દેશ માટે લાંબા સમય સુધી ક્રિકેટ રમે અને ટીમ માટે સતત સારું પ્રદર્શન કરે. જો કોઈ ખેલાડી લાંબા સમયથી પોતાના દેશ માટે ક્રિકેટ રમવાનું સપનું જોતો હોય તો તેણે પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. પોતાની જાતને ફિટ રાખવા માટે ક્રિકેટરો વિવિધ પ્રકારની એક્સરસાઇઝ અને ડાયટ પ્લાન ફોલો કરે છે.
એક તરફ, ક્રિકેટરો પોતાને ફિટ રાખવા માટે કડક ડાયટ પ્લાન ફોલો કરે છે, તો કેટલાક ક્રિકેટરો બહુ મોટા પાર્ટી એનિમલ હોય છે. હાલમાં પણ ટીમ ઈન્ડિયાની અંદર એક એવો ક્રિકેટર છે જે ખુલ્લેઆમ પાર્ટી કરે છે અને તેણે પોતે પણ આ વાત સ્વીકારી છે.
હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો પાર્ટી એનિમલ
હાલમાં, ટીમ ઈન્ડિયાના તમામ ક્રિકેટરો તેમની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે, જ્યારે ટીમના તમામ ક્રિકેટરો ફિટ રહે છે, ત્યારે ટીમની અંદર તંદુરસ્ત સ્પર્ધા થાય છે અને તે ટીમ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
હાલમાં ટીમ ઈન્ડિયાના તમામ ક્રિકેટરોને પાર્ટી કરવી ખૂબ જ ગમે છે, પરંતુ પાર્ટીની સાથે તેઓ ફિટનેસને લઈને પણ સજાગ રહે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાર્ટી કરવાનો ઘણો શોખ છે, હાર્દિકે પોતે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત સ્વીકારી હતી કે તેને લેટ નાઈટ પાર્ટી કરવાનો ખૂબ જ શોખ છે.
હાર્દિક પંડ્યા મોંઘા નશાનો શોખીન
ઘણા ખાસ પ્રસંગો પર, હાર્દિક પંડ્યા દારૂના નશામાં અને છોકરીઓથી ઘેરાયેલો જોવા મળ્યો છે. છોકરીઓ સાથેના સંબંધોને લઈને તેણે થોડા વર્ષો પહેલા એક ટીવી ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી હતી. હાર્દિક પંડ્યા પર છોકરીઓ સાથેના સંબંધોને લઈને અનેક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા.
16 સપ્ટેમ્બર સુધી આ લોકો રાત-દિવસ પૈસા જ છાપશે, બુધાદિત્ય રાજયોગ 3 રાશિને બનાવશે કરોડપતિ!
બહેનો પહેલા આ 4 દેવતાઓને રાખડી બાંધો પછી ભાઈને બાંધો, આજીવન એટલી કૃપા રહેશે કે રાજા જેવું જીવન જીવશે
ક્રિકેટમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન કંઈક આવુ છે
જો ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રદર્શનની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં 11 ટેસ્ટ મેચમાં 532 રન, 77 વનડેમાં 1666 રન અને 92 ટી20 મેચમાં 1348 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ ટેસ્ટમાં 17 વનડેમાં 73 અને ટી20માં 73 વિકેટ ઝડપી છે.