૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન કવિ સંમેલન યોજવામાં આવ્યું. જેમાં ૬ દિવ્યાંગ કવિ, ૩ મહિલા કવિ . ૨ સીનીયર કવિ અને બીજા ૬ કવિઓએ ભાગ લીધો.
આજ ના સમયમાં જ્યારે માતૃભાષાનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા ભાષાનું મહત્વ વધારવાના પ્રયત્ન થઇ રહ્યાં છે. ટ્ર્સ્ટ દ્વારા ગામડાની સ્કુલોમાં ક્કકો બારખડીની પુસ્તિકાઓ દાનમાં આપવામાં આવે છે.
ખબર અંતર સજન ના આજ લઈને સખી,
ટપાલી દૂર થી આઈ રહ્યો છે જો.
મઝા છે ખીલવામાં તેમ ખરવું હવે
ને સાથે પાનખર લાઈ રહ્યો છે જો.
માતૃભાષા
૧. માતૃભાષા ઓળખાણ છે મારી,
તે રગો થી જાણકાર છે મારી.
૨. હું અને મારી ભાષા બન્ને છે
અભણ,
છંદો ને શબ્દો મારા બન્ને છે
અભણ.
વેલેન્ટાઇન ડે નિમિતે
અઠવાડિયા નો પ્રેમ નથી પોસાતો
બારેમાસ નો પ્રેમ જોઈએ છે વા’લા મને.
-સખી=દર્શિતા બાબુભાઇ શાહ
શબ્દ છે અખૂટ ને કાગળો ભરાય જાય છે,
ત્યારે જ મૌનમાં કોઈ કવિતા રચાય જાય છે…
કોઈ આંસુ ટપકતા પહેલાં સુકાય જાય છે,
ને વેદનામાં જ કોઈ કવિતા રચાય જાય છે…
જૂની યાદો ફરી તાજી થઈ જાય છે,
ને ત્યારે જ એકાદ કવિતા રચાય જાય છે…
પ્રેમ ના દિવાસો ના હોય વા ‘લા
પ્રેમ ના દાયકા ઓ હોય
-પીંકલ પરમાર સખી
ભલે ઓળખે છે, માત્ર થોડા ઘણાં પણ ખુશી છે,
સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ ઉમેર્યો છે, જીહજુરી નહી.
ચંદ્રેશ પ્રજાપતિ #રજ
કયારેય ના વીચારો કે દિવસ મારા ખરાબ છે,
બસ એ સમજી લો કે તમે
કાંટા થી ઘેરાયેલા ગુલાબ છો.
કાંચની જેમ આરપાર છુ હું ,
તો પણ પોતાના ઓ ની સમજ થી બહાર છુ હું
-દક્ષા ભાટી
શબ્દ છે અખૂટ ને કાગળો ભરાય જાય છે,
ત્યારે જ મૌનમાં કોઈ કવિતા રચાય જાય છે…
કોઈ આંસુ ટપકતા પહેલાં સુકાય જાય છે,
ને વેદનામાં જ કોઈ કવિતા રચાય જાય છે…
જૂની યાદો ફરી તાજી થઈ જાય છે,
ને ત્યારે જ એકાદ કવિતા રચાય જાય છે…
-સાહિલ ડાભી
જાત ફૂલોની નથી તો પણ ગુલાબી હોય છે.
એક માણસ કેટલો ભીતર શરાબી હોય છે.
એક સાથે જીવવાના કોલ કરતાં હોય જે,
આ બધી વાતો,તમે માનો કિતાબી હોય છે.
હાથ નાખો તો મળે ખિસ્સા બધા ખાલી ભલે,
“કલ્પ” સાથે બેસનારા તો, નવાબી હોય છે.
© કલ્પેશ સોલંકી “કલ્પ”
તારી વફાદારી એ જ તારો વાંક
અલ્પ હવે તું તારી અંડર જ ઝાંક
-અલ્પેશ ચૌહાણ
તો મારા ખમ્માં કહેજો
કોઈ દાતાર સામે મળે તો મારા ખમ્માં કહેજો,
કોઈ ઉદાર સામે મળે તો મારા ખમ્માં કહેજો.
જો કેવી ગળાકાપ સ્પર્ધા અને એય ચારેકોર,
કાંટા લાગે બેફામ છતાં ખાવા ન મળે બોર,
કોઈથી મુશ્કેલીઓ ટળે તો મારા ખમ્માં કહેજો,
કોઈ દાતાર સામે મળે તો મારા ખમ્માં કહેજો.
મારે જીવવું ઘણું ને જીતવું ઘણું પણ કેવી રીતે?
તણખલું’ય દુ:ખી ના થાય મારાથી એવી રીતે,
હું આવું ને લોકો ટોળે વળે તો મારા ખમ્માં કહેજો
કોઈ દાતાર સામે મળે તો મારા ખમ્માં કહેજો.
કોઈ દાતાર સામે મળે તો મારા ખમ્માં કહેજો,
કોઈ ઉદાર સામે મળે તો મારા ખમ્માં કહેજો.