‘લોક પત્રિકા’ના કટાર લેખક મુકેશ આંજણા દ્વારા કેનેડામાં રિદ્ધિ-સિદ્ધિ હાંસલ કરનાર રમણભાઈની સંઘર્ષગાથાનું આલેખન

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગાંધીનગરઃ કેનેડાની ધરતી પર સફળતાના શિખરો સર કરનાર રમણભાઈ ચૌધરીની સંઘર્ષગાથા ખૂબ જ રસપ્રદ છે. યુવા લેખક મુકેશ આંજણા દ્વારા ‘રમણ ચૌધરી – ધી અનસ્ટોપેબલ જર્ની’ પુસ્તકનું વિમોચન ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય હસ્તે કરાયું હતું. આ વિમોચન સમારોહ વિશ્વ આંજણા મહાસંમેલન (સોલૈયા) ખાતે યોજાયો હતો.

https://www.facebook.com/100005969136206/videos/884498762590667/

આ પુસ્તકમાં રમણભાઈની સંઘર્ષગાથા વર્ણવામાં આવી છે. ગુજરાતના માણસા તાલુકાના સોલૈયા ગામથી નીકળીને કેનેડામાં સફળતાની ઈમારતો ચણનાર રમણભાઈ કેવા-કેવા પ્રકારના વિકટ સંજોગોમાંથી પસાર થયા, પરદેશની ધરતી પર કેવા-કેવા અનુભવો થયા, રમણભાઈએ કેવી રીતે કેનેડામાં કોન્ટ્રાક્ટર તરીકે અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું, પરદેશ જતી યુવા પેઢીએ કેવી કાળજી રાખવી અને ‘વિશ્વ આંજણા મહાસંમેલન’નો ઉદેશ્ય શું અને આ વિચાર કેવી રીતે સ્ફૂર્યો ? આ તમામ બાબતો મુકેશ આંજણા દ્વારા પુસ્તકમાં વર્ણવવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરીથી ગાત્રો થીજવતી ઠંડી શરૂ, જાણો કયા જિલ્લામાં કેવી ઠંડી પડશે, લોહી જામી જશે!

‘દયાબેન’ની આ હાલત જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે, દીકરીને ખોળામાં લઈને રડતાં રડતાં વર્ણવી દર્દનાક કહાની!

કાર્તિક આર્યને પરેશ રાવલને એક જોરદાર લાફો ઝીંકી દીધો, જોનારા બધાના હોશ ઉડી ગયા

પરણેલા મિથુન ચક્રવર્તીએ શ્રીદેવી સાથે બાંધ્યા આડા સંબંધો, છાનામાના લગ્ન પણ કર્યા, પછી પત્નીને ખબર પડી અને….

ગુજરાતી ભાષાના જાણીતા લેખક દેવેન્દ્ર પટેલે પોતાના પ્રતિભાવમાં લખ્યું છે કે, ‘‘આ પુસ્તકમાં રમણભાઈની સંઘર્ષગાથા છે, જેનાથી યુવા પેઢીને શીખવા મળશે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી, પરંતુ ઓનેસ્ટી, હાર્ડવર્ક અને લોયાલિટી થકી જ શૂન્યથી શિખરે પહોંચી શકાય છે, જે રમણભાઈએ સિદ્ધ કર્યું છે.’’ આ સાથે ગુજરાતી લોકસાહિત્યના ઊંડા અભ્યાસુ અને લેખક ડો.બાબુ પટેલ(સલીમગઢ)નો એક વિશેષ લેખ સામેલ છે, જે સૌએ વાંચવો રહ્યો. પરદેશ જવા ઇચ્છુક યુવાપેઢી ‘રમણ ચૌધરી – ધી અનસ્ટોપેબલ જર્ની’ પુસ્તક વાંચશે, તો ચોક્કસ પ્રેરણા મળશે.


Share this Article
Leave a comment