મારી માતૃ ભાષા ગુજરાતીનો ઉદભવ અને વિકાસ… એક ગુજરાતી તરીકે તમને સો વખત આ વાતની ખબર હોવી જ જોઈએ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભવ્ય અને ભાતીગળ ભાત વાળી રંગબેરંગી રંગથી રંગાયેલી મારી માતૃ ભાષા ગુજરાતીનો ઉદભવ અને વિકાસ.

મનહર વાળા “રસનિધિ.”
મોબાઈલ, 9664796945.

નોંધ, :
“અહીં મેં જે કંઈ લખ્યું છે એ, મારી h k આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના પૂજ્ય પ્રાધ્યાપક કાંતિભાઈ પટેલ પાસેથી મળેલું બહુમૂલ્ય જ્ઞાન છે.

હું જન્મથી આંખની દ્રષ્ટિ ધરાવતો નથી એટલે, અહીં હું જે લખું છું એ ટેક્નોલોજીની મદદથી લખું છું. વ્યાકરણની ભૂલ થાય એ માટે મારી મા ગુજરાતી અને તેના વાચક વર્ગની માફી ચાહું છું.

રોબર્ટ હોલના મત મુજબ “ ભાષાએ યાદ્રચ્છીક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવીઓ વડે ઉપયોગમાં લેવાતી વાંચ્ય , શ્રાવ્ય આદતોની વ્યવસ્થા છે .

જે.બી.કેરોલના મત મુજબ “ ભાષાએ પ્રાદેશિક વાચિક ધ્વનીઓ અને ધ્વનિ શ્રખલાની મૃત થયેલી વ્યવસ્થા છે . જે માનવ વ્યક્તિઓનાં કોઈ જૂથ દ્વારા અરસ – પરસના સંદેશાવ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઇ શકાય છે , અને જે માનવ પરિસ્થિતિમાં જોવા મળતાં પદાર્થો ઘટનાઓ અને પ્રક્રિયાઓને અરોષ પણે નોંધી આપે છે .

સંસ્કૃત મહા કવિ દંડીએ સાચું જ કહ્યું છે કે, :
“જો શબ્દ જ્યોતિ ન હોત તો જગત કેવળ અંધકારમય બની જાત.”
આ વાત સર્વથા સત્ય છે.

ક્ષણ બે ક્ષણ વિચારો કે, ભાષા જ ન હોત તો?
આપણે આજે સરળતાથી રોજિંદા જીવનમાં સરળ અને સુમેળ સમાયોજન સાથે વાતચીત કરીએ છીએ એ કેવી રીતે શક્ય બનત?

આ જ સવાલના જવાબ શોધવામાં આપણને ભાષાનું મહત્વ સમજાય જાય છે.

વિશ્વમાં અંદાજે ૭૦૦૦ થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે વિશ્વમાં ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની પોતાની આગવી ઓળખ છે . આ ભાષાઓનો ઉપયોગ કરતા સમુદાયોએ એની ઓળખ અને ગૌરવ કાયમ રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ . કોઈ એક ભાષાને સારી લેખાવવા બીજી ભાષાને ઉતારી પાડવાની મનોવૃત્તિ અસ્થાને છે . ભાષા અને બોલી વચ્ચે ફરક છે . સંસ્કૃતમાં “ ભાષ ઉપરથી ગુજરાતીમાં ભાષા ‘ શબ્દ આવ્યો . એજ રીતે બોલઉપરથી બોલીશબ્દ બન્યો.બોલી અને ભાષા વચ્ચે મુળત : ફરક એટલો જ છે કે , બોલી ભાષાનું અનૌપચારિક પ્રસ્તુતીકરણ કહેવાય છે .

જેમકે કોઈ સરકારી અધિકારી એમના વાહન ચાલકને ક્યાંક જવા માટે કહે તો એમ કહેશે ગાડી લગાવો . જ્યારે આ જ અધિકારી ઘરે એમના પુત્રને કહેશે કે “ બેટા , ગાડી લાવ . અધિકારીની ઘરની બોલી એ ભાષાનું અનૌપચારિક સંરકરણ કહી શકાય . સર્જક અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર સક્રીય ધીરુબહેન પટેલ તો ત્યાં સુધી કહે છે કે , બાળકો પાસેથી માતૃભાષા છીનવવી એ આઝાદી છીનવવા જેવી વાત છે . યોગેન્દ્ર વ્યાસ ખૂબ મોટા ગજાના ભાષાવિજ્ઞાની છે . એમના મતે માન્ય ભાષા અને બોલી વચ્ચેનો ફરક એટલે સંસ્કૃતિનો તફાવત છે . આ બન્ને વચ્ચે ભાષાનો તફાવત બિલકુલ નથી.

બોલી બળુકી હોય છે કારણકે બોલી જવ્યક્તિના હદય સુધી પહોંચવાનુમહત્વનું કામ કરે છે . માન્ય ભાષા તમામ બોલી વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવવાનું કામ કરતી હોય છે.આ વાત સમજવા જેવી છે . ભાષા અને બોલીનો તફાવત સ્પષ્ટ કરતા નેલ્સન મંડેલાએ એક વાત સરસ કરી હતી કે , “ જે વ્યક્તિ જે ભાષામાં સમજે છે એજ ભાષામાં વાત કરવામાં આવે તો તે તેના મગજ સુધી પહોંચશે . પરંતુ જો તે તેની બોલીની ભાષામાં વાત કરશે તો તેના હૃદય સુધી પહોંચશે . ‘

કોલંબિયા યુનિર્વસિટીના ભાષા તજજ્ઞ ડૉ . ઝોન હેમિટોન મેકહોર્ટરના મંતવ્ય અનુસાર માનવ સભ્યતામાં આજે આશરે 7૦૦૦ થી વધુ ભાષાનો ઉપયોગ થાય છે . આમાની કેટલીક પ્રાચિન ભાષાઓનો ઉદભવ ઇ.સ પૂર્વે ૩૫૦૦ માં થયો હોવાનું મનાય છે . જો કે ભાષાનો ઉદભવ અને વિકાસ એક ગહન ચર્ચાનો વિષય છે . એનું કારણ પણ છે કે આજ દિન સુધી આ અંગે કોઇ ચોક્કસપ્રમાણ કે આધાર પ્રાપ્ય નથી .

ભાષાવિદોના તારતમ્ય અનુંસાર એટલુચોક્કસ કહી શકાય કે , ઉચ્ચારણોના પ્રમાણભુત વ્યાકરણના આધારે જે કાંઇ સન્મુખ આવ્યું એ ભાષા છે . વિશ્વની ભાષાઓ આહ એશિયાટિક , ઑસ્ટ્રોનેશિયન , ઇન્ડો – યુરોપીયન , નાઇજર – કોંગો , સાઇનોતિબેટીયન અને ટ્રાન્સ – ન્યુગુચાના એમ છ વિભાગમાં વહેંચાઇ છે . જે પૈકી ઇન્ડો – યુરોપીયન ( આર્યન ) વિભાગમાંથી ઇ.સ .૧૧૦૦ થી ૧૫૦૦ વચ્ચે રાજસ્થાન બાજુથી અપભ્રંશ થઇને જુની ગુજરાતી અસ્તિત્વમાં આવી હોવાનુ મનાય છે .

ગુજરાતમાં લગભગ ૫૦ જેટલી બોલીઓ જોવા મળે છે . તેમાં મુખ્યત્વે સુરતી , ચરોતરી , મહેસાણી , ઝાલાવાડી , ગામીત , ચૌધરી , વસાવા , ઘોડિયા , કુકણા , પારસી , હોરા કાઠીયાવાડી , કચ્છી અને ભીલી એમ આ ૧૪ બોલીઓનું ગુજરાતમાં ચલણ વધુ જોવા મળ્યું છે . આ પૈકી કાઠીયાવાડી , પટણી , સુરતી અને ચરોતરી બોલી વઘુસાંભળવા મળતી હોય છે . સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં કાઠીયાવાડી બોલી પ્રચલિત છે . જેમાં હાલ્યા આવો ‘ એટલે ચાલ્યા આવી , અટાણે એટલે આ સમયે , મોર થઈ જા ‘ એટલે આગળ થઈ જાવગેરે બોલચાલની ભાષાના પ્રયોગો છે .

જ્યારે ઉત્તર ગુજરાતમાં પટણી બોલીનો ઉપયોગ થતો હોય છે જેમાં ઈમકઉં છું કે..એટલે એમ કહે છે કે , “ વાખએટલે “ બંધ કરવગેરે શબ્દપ્રયોગો બોલવામાં આવે છે . દક્ષિણ ગુજરાતમાં સુરતી બોલીનું ચલણ છે . જેમાં પોયરો એટલે છોકરો ‘ , ‘ ખુચોખા એટલે દાળભાત જેવા શબ્દો બોલવામાં આવે છે . મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી હોય છે . ચરોતરીમાં ‘ વઢવુએટલે લડવુ , “ બુહળુ એટલેધોકો ’ જેવા શબ્દો જોવા મળે છે .

ભાષા વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે, ઇસવીસન 800ની સદીમાં ગુજરાતી ભાષાના ઉદ્દભવનો આરંભ થયો હતો. જો કે, ચોક્કસ પુરાવા સાથેની માહિતી મુજબ ઇસવીસન 1100ની સાલથી ગુજરાતી ભાષાનો સમય શરૂ થાય છે. ઇસવીસન 1100મી સદીથી લઈ 1750 52 સુધીના સમય ગાળાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ 1752થી 1785 સુધીના સમયને સુધારક યુગ, 1785થી 1914 15 સુધીના યુગને પંડિત યુગ, 1915 થી 1948 49 સુધીના સમયને ગાંધી યુગ અને ત્યાર પછીના સમયને આધુનિક યુગ તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતી ભાષાના ભાષા વિકાસના આ દરેક તબક્કા જો વિગતે તપાસીએ તો, એ જાણવા મળે છે કે, સમય અનુસાર રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થિતિના બદલાવ સાથે પરિવર્તન પામીને ગુજરાતી ભાષા વિકાસ પામી છે.

1100 મી સદીથી માંડી 1400 સુધીના સમય દરમ્યાન ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્ય ખૂબ વધુ માત્રામાં લખાયું હતું. 1100 મી સદીમાં આચાર્ય હેમચંદ્ર દ્વારા લખાયેલા દુહાઓ ગુજરાતી ભાષામાં લખાયેલા છે. એમણે સિદ્ધરાજ સોલંકીના દરબારમાં રહીને સિદ્ધહેમ નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. આ વાતથી ખુશ થઈને સિદ્ધરાજે આ વ્યાકરણ ગ્રંથની હાથી પર અંબાડી કાઢી હતી. આ ઉપરાંત 1185 મા શાલીભદ્રસુરી દ્વારા લખાયેલો ભરતેશ્વર બાહુબલી રાસ, તેમ જ પ્રબંધ, વાર, માસ, જેવા સાહિત્ય સ્વરૂપો આ સમયમાં લખાયા હતા. 1400 સુધી સતત જૈન સાહિત્ય જ લખાતું રહ્યું એટલે, આ યુગને જઈન યુગ તરીકે પણ, ઓળખવામાં આવે છે.

આ જૈન સાહિત્યના સમય દરમ્યાન થોડીઘણી જૈનેતર કૃતિઓ લખાય હતી. આ કૃતિમાં અજ્ઞાત કૃત વસંતવિલાસ કૃતિ ખૂબ અદભુત છે. આ કૃતિને ચમકધમકતી ચાંદની તરીકે ઓળખવામાં આવે છે. 1400 પછી જૈન સાહિત્યને બદલે જૈનેતર સાહિત્ય ખૂબ વધુ માત્રામાં લખાવા લાગ્યું અને જૈન યુગનો અંત આવ્યો. 1500 મી સદીમાં થયેલા નરસિંહ મહેતાને ગુજરાતી ભાષા સાહિત્યના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાએ ઉત્તમ પ્રકારના જ્ઞાન માર્ગી અને પ્રેમ લક્ષણા ભક્તિના પદો આપ્યા છે. નરસિંહ જેમ મીરાના પદ, ભોજાના ચાબખા, અખાના છપ્પા, શામળની પદ વાર્તા, ધીરાની કાફી, પ્રેમાનન્દના આખ્યાન, વલ્લભના ગરબા અને દયારામની ગરબી જેવા સાહિત્ય સ્વરૂપો જૈનેતર યુગમાં ખૂબ વધુ માત્રામાં ખેડાયા છે.

1852 મા દયારામના મૃત્યુ પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક યુગ પૂરો થાય છે અને સુધારક યુગના સૂર્યનો ઉદય થાય છે. મધ્યકાળમાં લગભગ બધું સાહિત્ય પદ્ રચના સ્વરૂપે જ લખાયું છે. અપવાદ રૂપે થોડી ઘણી ગદ્ય રચનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પત્ર સ્વરૂપે મળી આવે છે. સુધારક યુગમાં નર્મદ અને દલપત પશ્ચિમના શિક્ષણના સંપર્કમાં આવ્યા. એમણે મધ્યકાળના સાહિત્ય કરતા બિલકુલ નવી જ ઢબે સાહિત્ય લખવાનું શરૂ કર્યું. આ નવતર પ્રયોગના કારણે ગુજરાતી ભાષામાં સુધારક યુગથી પદ સાહિત્ય સાથે ગદ્ય સાહિત્ય પણ, લખાવા લાગ્યું. નર્મદ અને દલપતે પોતાના સમય કાળમાં જે સાહિત્ય લખ્યું એમાં એમણે સુધારાવાદી દ્રષ્ટિકોણ જ રાખ્યો હતો. એમના સમયમાં લખાયેલા સાહિત્યમાં નર્મદની મારી હકીકત અને દલપતનું મિથ્યાઅભિમાન નાટક ખૂબ પ્રેરક કૃતિ છે.

સુધારક યુગ પછી 1785 થી પંડિત યુગ શરૂ થયો આ યુગમાં ગોવર્ધનરામ, નવલરામ, કાંત, કલાપી, જેવા સાહિત્યકારો થયા. આ સમયમાં જે સાહિત્ય લખાયું એ બધું સાહિત્ય પંડિતાય ભર્યું લખાયું હતું. આ યુગમાં ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ખંડ કાવ્ય, ગઝલ, સોનેટ, જેવા સાહિત્ય સ્વરૂપો લખાવા લાગ્યા.

1814 મા પંડિત યુગના અંત પછી ગુજરાતી સાહિત્યમાં નવો વળઆંક આવ્યો. ગાંધી યુગમાં ગાંધીજીએ એવું કહ્યું કે, :
“કોશિયો સમજી શકે એવું સાહિત્ય લખાવું જોઈએ.”
ગાંધી યુગમાં થઈ ગયેલા સાહિત્યકારો પર, ગાંધીનો પ્રભાવ હતો આથી આ યુગમાં સમાજ જીવનને ધ્યાનમાં રાખીને સાહિત્ય લખાયું છે. ટૂંકી વાર્તા, હાઈકુ, જેવા સાહિત્ય સ્વરૂપોનો આ યુગમાં જન્મ થયો.

ગાંધીજીના મૃત્યુ પછી ગાંધી યુગનો અંત આવ્યો અને 1948 50 થી આધુનિક યુગનો આરંભ થયો અને અવનવા પ્રયોગો સાથે પ્રયોગશીલ સાહિત્ય લખાવા લાગ્યું. આજે આપણી માતૃ ભાષા ગુજરાતીની ભાતીગળ ભાત એટલી હદે મન મોહક બની છે કે, આપણને એમ કહેવાનું મન થાય કે, :

માના ધાવણ જેવું મીઠું કશું નથી.”

મને એ વાતનો આનન્દ છે કે, મારી માતૃ ભાષા મારી લાગણી, વ્યક્ત કરવાનું મુખ્ય પરિબળ બની છે.


Share this Article