અરીસોય બોલે…!!!
એક ચહેરો જોઈને અરીસો પણ શરમાઈ ગયો
ચિત્ર જેવું જ ચરિત્ર જોઈ હું એમાં ખોવાઈ ગયો.
એ સોંદર્ય ને સવારવા આવી’તી ને હું મોહાઈ ગયો
જાણે એ એકાદ ક્ષણમાં જ હું એનામાં સમાઈ ગયો.
મને મળવા થોડી આવી હતી તોય હું હરખાઈ ગયો
મેં જ આફતને આવકારી હતી ને હું જ ફસાઈ ગયો.
એ રુબરુ મારા સુધી આવી તો હું ભરમાઈ ગયો
વાત એમ છે કે હું એની સાદગીનો દીવાનો થઇ ગયો.
કિરણ કોમળ કળી જોઈ હું નિર્જીવ પણ કરમાઈ ગયો
મને જોઈ એ મળવા બીજાને ગઈ તો, હું રીસાઈ ગયો.
-કિરણ વી. કારેણા