ભાવનગર: મનહર વાળા, “રસનિધિ.” :
સાવ અમથે અમથું અફળાય છે બધું,
સહુને એમ અમસ્થુ અકળાય છે બધું.
દરિયા જેવી દુનિયા લાગી સહુને જોવામાં,
ઉછળતા મોજા જેમ છલકાય છે બધું.
કાંટો હોય તો હમણાં કાઢી નાખીએ કાંટાથી,
ભાંગી ભુક્કો થયેલા કાચ માફક ખૂંચે છે બધું.
ફૂલ તોડીને હરખાયા એક બે જણ ક્ષણભર,
વેદના લઈને વનમાં દર્દથી વલખાય છે બધું.
તારીફ કરવી નથી મારે કોઈની મારા કાવ્યમાં,
ઝગતા ચુલે ચડેલા દૂધ માફક ઉભરાય છે બધું.