મિત્રો, આપણે અવાર નવાર ‘અન્નનો બગાડ કરવો નહીં’ એવું વાંચ્યું છે. આપણે જ્યાં જમવા બેસતા હોઈએ એ પઢાળીમાં અથવા તો ડીશ મૂકવા જતા હોઈએ ત્યાં દિવાલ પર એવું લખેલું હોય છે કે “અન્નનો બગાડ કરવો નહીં.” તો આજે આપણે વાસ્તવમાં સમજીએ કે અન્નનો બગાડ શું કામ ન કરવો જોઈએ. તો રોટલી બનવાના એક સાવ સાદા અને સરળ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઘઉં ઊગે ત્યાંથી લઈને રોટલી કેવી રીતે બને એ આખી પ્રક્રિયા સમજીએ. એટલે આપણને જાતે જ એવું સમજાઈ જાય કે અન્નનો બગાડ કરવો જોઈએ કે નહીં. એક ખેડૂત હોય એ બિયારણ લાવે, એને વાવે, વરસાદ ની રાહ જોવે, જો વરસાદ સારો થયો તો બરાબર નહીં તો પાછું જોખમ. પાક ઊગે પછી વધારાનું જે હોય એ નિંદામણ એ દુર થાય પછી પાક પાકે ત્યારે એને વાઢવું પડે, થ્રેસરમાં લેવું પડે.
આ બધું કામ કરવા આપણે આપણા ખેતરમાં ચાર પાંચ માણસોને લાવીએ અને એ ચાર પાંચના ખેતરમાં આપણે કામ કરવા જઈએ. આને સાદી ભાષામાં ‘હપેડા’ કહીએ. પછી એના કોથળા કોથળી ભરીએ ત્યારબાદ ટ્રેક્ટરમાં, ઊંટલારીમાં કે છકડામાં ભરીને ઘરે લાવીએ, ઘરમાં એક ખૂણે ઉતારીએ, એક રૂમમાં ભરીએ પછી એની સાફ સૂફી કરવા ચાર-પાંચ જણાને બોલાવીએ વળી પાછા એમના ઘરે લાવે ત્યારે આપણે જઈએ, પછી એને કુદરતી પવનમાં અથવા પંખાના માધ્યમથી ઉપણીએ, દિવેલથી મોઈએ જેથી કરીને સડી ના જાય.
માવઠાંએ કેસર કેરીની પથારી ફેરવી નાખી, આ વખતે માર્કેટમાંથી સફાયો બોલી ગયો, ખાવાના ખાલી સપના જોજો
અદાણી ગ્રુપ માટે ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત જેવી હાલત, શેરની હાલત જાણીને અદાણીને ભારે દુ:ખ થશે
પીપડામાં ભરીએ પછી જરૂર પડે એમ દળીએ, દળ્યા પછી જે આખો રૂમ બગડે એને સાફ કરીએ, પછી એ લોટને એક ડબ્બામાં ભરીએ, જરૂર પડે એમ લઈને એમાં મોણ નાખીને લોટને બાંધીએ, રોટલી વણીએ પછી શકીએ અને છેલ્લે ખાઈએ. હવે વિચારો એક રોટલી બનાવવા પાછળ કેટલી મહેનત થાય. આતો આપણે એક રોટલીનું ઉદાહરણ લીધું. રોટલીની જેમ બધી વસ્તુઓમાં આટલી મહેનત થાય અને છતાંય સવારની બનાવેલી રાત્રે ઠંડી પડી રહી હોય તો આપણે એને ફેંકી દઈએ. શું લાગે બોલો ફેંકાય?