Women’s day ના હવે ગણતરીના દીવસો બાકી રહ્યા છે ત્યારે આપણે સ્ત્રીના વિવિધ સ્વરૂપોની શબ્દોરૂપી કંકુ અને ચોખાથી પૂજા કરીશું.. આજે થોડીક લાગણીઓ દીકરી વિશે વ્યક્ત કરી છે….
જયારે અમસ્તા જ આસું છલકાઈ પડે ત્યારે તે આસુંને ઝીલવા એક સહારો આપજે,હે ઈશ્વર એક દીકરી આપજે.
કંઈક કેટલાય ડૂમા ગળામા ભરાયેલા હોય છે આવી પરિસ્થિતિમા મન મૂકીને રડવાનું મન થાય ત્યારે એક ખભો આપજે, હે ઈશ્વર એક દીકરી આપજે.
જીવનનો બાગ જયારે એકલતાથી સૂકો વેરાન થઇ જાય ત્યારે અચાનક લીલીછમ કૂંપણની જેમ બાગમાં ખીલી જાય તેવી એક આશા આપજે, ઈશ્વર એક દીકરી આપજે.
સ્વાર્થી દુનિયામાં કોઈ કોઈનું નથી હોતું ત્યારે અંતરથી લાગણી રાખતી અને સાદ કરીએ ત્યાં દોડી આવતી એક મજબૂત સાંકળ આપજે, ઈશ્વર એક દીકરી આપજે.
અંત સમયે જયારે ગળેથી પાણી ના ઉતરે ત્યારે જેને જોઈ અંતરઆત્મા ઠરી જાય અને તેનામાં હું મારી પ્રતિબિંબ જોઈ શકું તેવી મારી એક છબી આપજે, ઈશ્વર એક દીકરી આપજે.
દરેક દીકરી તેનું નસીબ લઇને આવે છે…