શું ખરેખર આ સત્ય છે કે મારું સ્વપ્ન છે? રડીને રડીને લાલ થઈ ગયેલી આંખો સાથે નીલા પોતાના જ મન સાથે લડી રહી હતી,અંદર ઘૂંઘટમાં એની મનોદશા જોવા વાળુ કોઈ નહોતું ત્યાં જ એનું ઘૂંઘટ કોઈએ ઉતાર્યું ધીરે ધીરે એના સ્વાભિમાન સમાન વાળ ઉતરતા ગયા જ્યારે એનાં મસ્તક પર એક પણ વાળ રહ્યો નહીં ત્યારે એને સમજાયું આ સ્વપ્ન નહીં હકીકત છે. રાજ ના ગયા ની સાથે એનું સ્વાભિમાન પણ છીનવાઈ ગયું છે.
©Niks 💓 Se 💓 Tak
નિકિતા પંચાલ