કિરણ વી. કારેણા:
તારી બધી જ શરત મને મંજુર છે
કેમ કહું કે મહોબ્બત બેસુમાર છે.
સમણા મહી મુલાકાત પણ મને મંજુર છે
કેમ કહું કે હૈયા મહીં ચાહત આરપાર છે .
આવનારી બધી જ આફત મને મંજુર છે
કેમ કહું કે તારાથી મમત ધોધમાર છે.
નજરથી નજરની નજાકત મને મંજુર છે
કેમ કહું કે આ માસુમિયત ખુદાની મહેર છે.
રીસામણા ને મનામણાં વાતે વાતે વારંવાર છે,
લે બોલ હવે તું પ્રીતની આ રીત તને મંજુર છે?