આશા- સંજય જોશી
‘ આશા ‘ આ શબ્દ માં જ જીવન જીવવાની મર્મતા છુપાયેલી છે . મિત્રો આ ‘ આશા ‘ શબ્દ એક એવો શબ્દ છે કે જો આ જીવન માથી કાઢી દઈએ તો જીવન ના તમામ સુખો એક બાજુ ડોકિયું કરી નાખે અને જીવન સદાય ને માટે પાનખરમાં ફેરવાઇ જાય છે . જીવન માં જો આશા ને પોતાની મૂઠી માં રાખો તો જીવન ના અંતિમ પળ સુધી જીવન સુખો નો ભંડાર થઈ જાય છે. ઘણાં બધા લેખકો એ ‘ આશા’ ઉપર લખતા આવ્યા છે . સંત કબીર એ પોતાના દોહા માં લખ્યું છે કે “ આશા મારી ના તૃષ્ણા મરી , મર – મર ગયા શરીર “ આ દોહા માં કહયું છે કે માનવી પોતાના જીવન ના અંત સુધી આશા અને તૃષ્ણા નો સાથ છોડતો નથી , શરીર મારી જાય ત્યાં સુધી માનવી ના જીવન માં આશા અને તૃષ્ણા ઉદભવતી રહે છે .
માનવી એક એવો વિચિત્ર પ્રાણી છે કે તે પોતાના મન માં ઉદભવેલી આશા ને તૃપ્ત કરવા માટે જીવન માં ઘણાં બધા પ્રયાસો કરે છે પણ જ્યારે આ આશા તૃપ્ત નથી થતી તો તે નિરાશ થઈને જીવન થી નિરાશ થઈ જાય છે . 100 વાતો ની એક જ વાત જો જીવન સુખ થી જીવવું હોય તો આશા ને નિરાશા માં બદલવા ના દેશો . ધારો કે જીવન માં કોઈ જગ્યા કે કોઈ બાબત માં તમને નિરાશા પ્રાપ્ત થઈ હોય તો , એ નિરાશા માં પણ આશા ને શોધવા નો પ્રયાશ કરો કેમકે કહેવામા આયુ છે કે “ નિરાશા માં પણ આશા ક્યાંક ને ક્યાંક છુપાયેલી છે “ જરૂર છે પોતાના પર વિશ્વાસ રાખવાની અને આશા ને જીવન માં જકડી રાખવાની .
“ કયાંક લાખો નિરાશા માં અમર આશા છુપાયેલી છે ,
જરૂર છે માત્ર તેને ખોજવાની , નજર ફેરવાની . “
એક લેખકે પોતાની રચના માં જણાવ્યુ છે કે ………………………
“ અસફળતા એક ચૂનોતી હૈ ઇસકા સ્વીકાર કરો
ક્યાં કમી રહ ગઈ દેખો ઔર સ્વીકાર કરો
જબ તક સફળ ના હો નીંદ ચેન ત્યાગો તુમ ,
સંઘર્ષ કા મૈદાન છોડ કે મત ભાગો તુમ ,
કુછ કિયે બીના હી કુછ પ્રાપ્ત નહીં હોતા ,
કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી .