પ્રેમમાં પડવા તને મેં ક્યાં પરાણે બોલાવી હતી,
તું જ મારી હથેળીમાં હથેળી મુકવા આવી હતી.
આવીને નાહકનું શીદ દિલ બાળે રાખે છો સનમ,
તને પ્રણયમાં મેં ક્યાં કદીયે ક્યાંય ભરમાવી હતી.
જે થયું એ થવા દે હવે કોઈનો વાંક નથી કાઢવો,
બેયે ઓળખમાં કુંડળી ક્યાં કદીયે કઢાવી હતી..
તેદી ભરપૂર વસન્ત હતી તો હતી કાયમ ન રહે,
ભૂલઈજા એ રાત જેને તે મનથી સજાવી હતી.
મારી મજબૂરી છે શું કરું તું જ કે મને ઓ સાથી
મારી પાછળ પરાણે તને મેં ક્યાં જાત ખર્ચાવી હતી.