કિરણ વી. કારેણા:
તારી ને મારી વાર્તા હજુ બાકી છે
લોક મુખે એની ચર્ચા હજુ બાકી છે.
સાત વારમા એક વાર હજુ બાકી છે
રાહ જોઉં છું એક તાર હજુ બાકી છે.
દિવસ ભલે ને ગયો રાત હજુ બાકી છે
બારી બહારની મુલાકાત હજુ બાકી છે.
મહેફિલમાં તારી હાજરી હજુ બાકી છે
તારા નામની શાયરી પણ હજુ બાકી છે.
સાવ ખોટી આ દલીલ કેમ હજુ બાકી છે?
બંનેએ એક ભૂલ સુધારવાની હજુ બાકી છે.
આ જિંદગીની સોનેરી સફર હજુ બાકી છે
આસાનું કિરણ લાવતી સવાર હજુ બાકી છે.