એક મહેંકતા ફુલ પર નજર પડી
પડી તે પડી પણ બંનેની હારે પડી
હતી જે કાલે કળી એ આજે ઉઘડી
કે પુછો નહીં કેમ એ ડાળ ઝુકી પડી
કમાલ તો કરી ગઈ પેલી એક પાંખડી
ઓલા ભ્રમરની ટોળી કેવી રખળી પડી.
તારા કાળા ભમ્મર કેશમાં જ એ શોભે છે
આ વાત ઉપવનને પણ સ્વીકારવી પડી.
તારી યાદમાં ફરી એક સાંજ ઢળી પડી
બાંકડે બાજુમાં તારી જગા ખાલી પડી.
એક ફુલ ખીલીને ખરી ગયું કાંઈ ખબર પડી?
પણ કિરણ એની ફોરમ આજેય અકબંધ પડી.
-કિરણ વી. કારેણા