પાંપણ ભીની થઈ કાળજું કપાયું
હ્રદય કેરો ઊંડો ભાર છલકાયો
પલકારો મારવાનું ઘડીક ભૂલાયું
શમણું મારું ક્યાંય જઈ રોળાયું
થાક લાગ્યો અઢળક પોપચાને
વારંવાર નમવાને જોર જોડાયું
કહી રહ્યું પાંપીણી દુનીયા કેમ
પાંપણ નીચે આસું જો સમાયું
ઉઠાવે ઉપર તો નિર્લજ કહેવાય
રાખે જો નમાવી નિર્બળા કહેવાયું
કેવી રીત સંસારની બનાવાઈ
એકેય બાજુથી ના તે બંધાયું
લાચાર બની બાપડી સુની રે રડે
ગોદા જ મળે ના મળે હૈયે ધારણું
તાકાત ના પારખે કોઈ નબળી ગણે
ઉઠાવી ફરે તો પણ લાખોનું સપનું
સઘળી ઈચ્છાઓ સાચવે તારી જો એ
રાખ નિક્સ બસ તું હવે એની દરકારું
©Niks 💓 Se 💞 Tak
નિકિતા પંચાલ