માનવતા સારું આમ કેટલાંય કોળિયા મૃત્યુના જોકમાં બંધાયા કરશે,
પૃથું પર હિટલરના રૂપો સમયે – સમયે કેટલાય સૌને રન્જાડ્યા કરશે.
આવી છે નોબત અસ્તિત્વ બચાવની આજે નિર્દોષ સામે પણ,
વિસ્તારના ભોગીઓ કેટલીય માનવ જાતને વિલય ભણી ભગાડ્યા કરશે.
ભૂલે છે તે પણ એક માણસ છે માત્ર બે ઘડીનો,
બનાવી સો સૂર્ય તોય કેટલીય ખુશમય ઘડીઓ શણગાર્યા કરશે.
અંતર બહુ નથી દીસતું આજ વિનિપાત તણું દોસ્તો,
આપણે જ રચેલું આવરણ આમ ક્યાં સુધી ખુદને હંફાવ્યા કરશે.
થર થર કંપે છે ધીગી વસુંધરા પણ આજે માનવીના જ પાપે,
આશ્વસ્થ કરી શક્તિશાળી મુલ્કો આમ કેટલાય કાસળ કાઢ્યા કરશે.
સજ્જનોય ખપ્યા છે કેવળ કળયુગને જ સુમેરે અંતરમન!
બધિર થયું છે જગ કોણ કોને સઘળું સુણાવ્યા કરશે?
ભાવેશ બાંભણીયા, “અંતરમન.”