દોસ્ત બહુ સાચું કહ્યું તે. આજે ગમે તે ખૂણાની માહિતી બહુ સહેલાઈથી મળી શકે પણ માણસના મનને કોઈ કળી ન શકે. સાચું કે ખોટું માપવાના સાધન આવી ગયા પણ માણસ પરખાય એવું આપણી પાસે કશું આવ્યું જ નથી. આગાહી માફક અંદાજ નીકળે પણ સચોટ રીતે ક્યારેય નથી ઓળખાતો. આ માણસ છે ક્યાં કેમ જીવશે એ તો સમય જ બતાવે.
તરબૂચ પર ટાપ્લી મારી કદાચ તમે તમારી પસંદ મુજબનું તરબૂચ ચાખવા માગી શકો પણ માણસ સાથે તો તમારે ભવિષ્યનું વર્તન જ જોવું પડે. એને ટાપલી મારી ઓળખવો શક્ય નથી. કદાચ રંગ પરથી પારખનાર કલર જોઈને કામ કાઢી લે પણ અફસોસ કે સાલો આ માણસ રંગ બદલે તોય ખબર નથી પડતી.