પ્રિય માતૃભાષા
મારા જીવનનો પહેલો અવાજ તારો હતો
ને આખરી અવાજ પણ તારો જ હશે
મારા જીવનનું પેહલું સોપાન તારું હતું
મારા જીવનનો આખરી પાઠ પણ તું જ હશે
મારા જીવનનો પેહલો વિચાર તું જ હતી
મારા જીવનનો છેલ્લો શબ્દ પણ તું જ હશે
મારો પેહલો પ્રેમ તે જ તો વ્યક્ત કર્યો હતો
હવે મારો છેલ્લો શ્વાસ પણ તું જ કંડારજે
હાર્દિક ગાળિયા ….