ભીડ વચ્ચે એકલતા વ્યાપી રહી છે,
ભાર ભરેલી જિંદગી થાકી રહી છે.
અસર કોઈ નહિ વર્તી શકે હૃદયની,
એક શાંત નદી ભયથી હાંફી રહી છે.
પવનને ઠંડુ પડવું પરવડે તેમ છે નહીં,
હવાને પ્રસરતી લુ લાંચ આપી રહી છે.
હિમાલયને પણ ઓગળવું પડશે હવે,
સળગતા સૂરજની ફાટ વધી રહી છે.
કરેલી કોશિશ નિસફળ જ રહેવાની,
સત્યતા સત્યથી દૂર ભાગી રહી છે.