એક સ્ત્રીને બધું જ આવડવું જોઈએ.
એવું માનવા વાળા કેટલા?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું……!!
મારી વાણી બધાને ગમે એવી હોવી જોઈએ.
કેમ?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું……!!
મારા સ્વપ્નો મોટાને મને જમીન પર રહે એવું કહેવામાં આવે.
હું એ સ્વીકારી શકું?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું…..!!
મારું અસ્તિત્વ ચાર દીવાલો વચ્ચે નથી છતાં, શબ્દોની સાંકળથી બાંધવા વાળા.
શું એ મારું ભવિષ્ય નક્કી કરશે?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું…..!!
જે નિર્બળ કહે છે એ લેબરની મુલાકાતે એક વખત જાય.
તો, હું શું બળવાન નથી?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું…..!!
પુરુષ જો થોડું વધુ કામ કરે તો “હાઈ બિચારો”.
સ્ત્રી કરે તો, એને એ જ તો કામ છે. બીજું છે પણ શું?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું……!!
થોડું ખુલ્લી ને હસી લઉં તો, હું “બિભત્સ”.
મર્યાદાની હદ નક્કી કરવા વાળા તમે કોણ?
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું…..!!
હદની વ્યાખ્યા “એક સ્ત્રી”ન હોઈ શકે. આવું ના માનવા વાળા ” પુરુષ”
ને,
આવું માનવાવાળા? (તમે જાણો છો) તો, હું કહી શકું.
માત્ર એટલે કે,
હું એક સ્ત્રી છું…..!!