પ્રેમ’ કેટલો અદ્ભુત એહસાસ છે! લોકો શબ્દથી જાણીને સાવ નક્કામો બદનામ કરે છે. પ્રેમમાં ખરેખર કોઈ અલગતા નથી હોતી. પણ, અલગ અલગ વ્યક્તિ એ પ્રેમની વ્યાખ્યા અલગ મળે છે. જાતી જેવી કોઈ ભેદ દ્રષ્ટિ નથી. કોઈના મતે પ્રેમ અનુભૂતિ છે, કોઈના મતે કલંક, કોઈના મતે વિવાહ સુધીની યાત્રા છે પ્રેમ. કોઈ કહે અડચણ છે પ્રેમ. તો, કોઈના કરિયરમાં આડો લીટો છે પ્રેમ. ખરેખર તો, પ્રેમ અદ્ભુત અહેસાસથી મળેલું સર્વસ્વ છે. પ્રેમ થાય છે જ એટલે કે, ઈશ્વરે આપણને પસંદ કરેલાં હોય છે પ્રેમ કરવા.
લગ્નનુ પ્લાનિંગ કરતા લોકો માટે મોટા સમાચાર, લગ્નની લઘુત્તમ ઉંમર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
કોઈ એક જ વ્યક્તિ સુધીની સીમા કક્ષા નિશ્ચિત થઈ જાય એ પ્રેમ બંધનકારક લાગે છે. પણ, પ્રેમ તો સ્વાતંત્ર્ય છે. પ્રેમ જીવત મુક્તિ છે. પ્રેમમાં શબ્દ શૂન્ય ને, વિચાર ગોટો વળી જાય. એમનો સ્પર્શ તો યાદ નથી પણ, નજરથી છેક ભીતર હૃદય સુધી સ્પર્શે એ યાદગાર બની જાય. એ કેળીયે નીકળ્યા મળવા એના વર્ષો થયા. એજ કાચી ધૂળમાં એનું પગલું ઉપસે ને, કપાળમાં થી કુવો વરસે. હજુય ચાહત છે એને પામવાની ને આજે એ ખોવાયો છે. છતાં, એને માફ કરી શકાય એ છે પ્રેમ.
શિયાળાની કળકળતી ઠંડીમાં પણ પીધેલી એની સાથે કોલ્ડ કોફી એ ફરી પીવાનું મન થાય. પણ, ત્યાં કાફે ના હોય. આ જઝબાતને કાબુમાં રાખી ફરી ચાલ્યા જાવ એ પ્રેમ. મુલાકાતની એ બે કલાકમાં અત્તરનો પરિચય કરાવી ગયા. હાયવેના ટ્રાફિકમાં નાકમાં દમ કરાવી પાછુ ફરીને શોધવા મજબૂર કરી દે એ પ્રેમ. એણે કરેલા કાર્યો કોઈ બીજા વ્યક્તિને કરતાં જુઓ ને, એને પણ પ્રેમ કરવાનું મન થઈ જાય એ પ્રેમ. જેને તમે તૂટીને ચાહો એ તમારાથી વાળી જાય, એના પાછા ફરવાની સાથે વગર રિસાયે તમે એને વધાવી શકો એ પ્રેમ.
પેલી વાર દિલની વાત કહેવા જતા, ઓઇલ કર્યા વગર કુદરતે મુકેલા અદ્રશ્ય મશીનની ગતિ વધી જાય એ પ્રેમ. ટેક્સ્ટ મેસેજ ટાઇપ કરી સૌ વાર વિચાર આવે, મોકલું કે નહીં નો હાંફ ચળી જાય એ પ્રેમ. દુર જતાં આપણા માણસને વગર માંગણીએ માફી આપી દો એ પ્રેમ. એક પીઠ એવી જ્યાં જુના મેહબુબનું નામ લખી શકો ને, એ તમને સતાવી શકે એ પ્રેમ.
જેમના ચેહરા કરતાં મન સાથે મેળ વધારે સુગમ બને એ પ્રેમ. એમની સાથે સાંભળેલા સંગીત જિંદગીની કોઈ પણ અવસ્થાએ યાદ કરી ફરી એ વીતેલી ક્ષણને વહાલ કરી શકો એ પ્રેમ.
દુનિયામાં તો ઘણા વ્યક્તિ છે પણ, કોઈ એક માટે રડવું આવી જાય એ પ્રેમ. અનકંડિશનલ ચાહો કોઈને ને, એના માટે, એના વગર જીવી શકો એ પ્રેમ. જેનાં મૌનમાં શાંતિ નહીં પણ, સમજણ અનુભવાય એ પ્રેમ. બે હાથ જોડીએ ત્યારે પ્રેમ શક્તિ બની જાય એ રહેમની રંગત છે પ્રેમ. બહુ ઓછા શબ્દોમાં પ્રેમ એટલે “જાતને ગીરવે મૂકી લૂંટાય જવું”.
~ધારા બી.એમ.