અફસોસ આ શબ્દ લગભગ કોઈ પણ વ્યક્તિ માટે નવો નથી, દરેક ના મોઢે ક્યારેક તો આ શબ્દ તમે સાંભળ્યો જ હશે, આ ચાર શબ્દ માં ના જાણે કેટકેટલા દુઃખ ને આંસુ છુપાયા હોય છે… જે લગભગ અનુભવ થાય એને જ સમજાય, એ પછી સબંધ હોય કે આર્થિક, સામાજિક વ્યવહારો હોય, જયારે આપણે આંખ બંધ કરી ને કે ઉઘાડી આંખે કરેલો વિશ્વાસ તૂટે છે, જયારે આપણ ને સત્ય સામે દેખાય છે ને છતાં આપણે કંઈ જ ના કરી શકીએ ને ત્યારે અફસોસ ની હદ પાર થાય છે ને ત્યારે આપણે આપણી જાત ને જ આપણે દોષી માનીએ છીએ કે આપણે છેતરાઈ ગયા…
ક્યારેક કોઈ બીજા ને નુકસાન પહોચાડી ને કે છેતર્યા પછી પણ અફસોસ કરતુ હોય એમ પણ બને, પરંતુ એ માણસાઈ ના સંસ્કાર હોય તો જ શક્ય છે…
કેટલીક વાર તો અફસોસ કરીએ ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે અને ત્યારે આપણે ગયેલો સમય વાગોળી ને પોતે વધારે દુઃખી થઈએ છીએ..
હકીકત માં સામે વાળો ગુનેગાર હોય ને સજા આપણે ભોગવીએ છીએ અફસોસ કરી કરી ને, ક્યારેય લાંબા સમય સુધી ચાલતી આ માનસિકતા, કે કદાચ એ વખતે મેં આ નિર્યણ ના લીધો હોત? તો આજ હું દુઃખી ના હોત… આવો અફસોસ જ માણસ ને અસ્વસ્થ ને બીમાર કરવા કાફી છે..
અને આપણા સમાજ ની ખામી છે કે છેતરી જનાર સ્માર્ટ ગણાય છે એક્ટિવ ગણાય છે, જયારે છેતરાઈ જનાર વિશ્વાસુ વ્યક્તિ હંમેશા ગાંડા માં ખપે છે…
આજ ની ઉતાવળી પેઢીએ ખાસ પોતાનો કોઈપણ નિર્યણ એ, સબંધો માં હોય કે વ્યવહારિક નિર્યણ એકવાર જરૂર વડીલો ને પૂછવું જોઈએ ને યોગ્ય હોય તો માનવું પણ જોઈએ.. કેમ કે એમની માથે આખી જિંદગી ના અનુભવ ના પોટલાં છે આપણે તો હજી શરૂઆત છે, કંઈ કેટલાય અફસોસ હજી આપડી રાહ જોતા ઉભા હશે..
હકીકત માં “અફસોસ એ આપણે પોતે લીધેલા નિર્ણય નું જ પરિણામ છે…”
જે દરેક ના જીવન માં એકવાર તો પ્રવેશે જ છે, મજબૂત મનોબળ વાળા જલ્દી ઉગરી જાય છે જયારે લાગણીશીલ લોકો પોતે લીધેલા ખોટા નિર્યણ થી થયેલા નુકસાન ને વાગોળી ને દુઃખી થયા કરે છે..
જો જીવન માં સુખી જ થાવું છે તો અફસોસ ને દૂર ફગાવી ને આગળ વધો, કેમ કે કેટલાક અંત નવી શરૂઆત માટે થતા હોય છે,કદાચ ગયું એના થી પણ સારુ તમારી રાહ જોઈ રહ્યું હોય… Kip it up all Heartbreakers