પ્રેમ એટલે…??
પ્રેમ એટલે શુ? પ્રેમ ની કોઈ પરિભાષા નથી હોતી, પણ હા, કહી શકાય કે પ્રેમ માત્ર પ્રેમ નથી, સમર્પણ છે…
પ્રેમ ક્યારેય અધૂરો કે પૂરો નથી હોતો, પ્રેમ એક સુંદર લાગણી છે, જ્યાં વિકલ્પ છે ત્યાં પ્રેમ નથી.. જ્યાં સમર્પણ છે ત્યાં પ્રેમ છે..
બળજબરી અપાયેલું ગુલાબ ને કમને સ્વીકારયેલું ગુલાબ ગમે ત્યારે મુરજાય જાય છે, યુગો યુગો થી પ્રેમ ની રીત બદલાઈ છે, લાગણીઓ નહી..
પ્રેમ બાંધતો નથી મુક્ત રાખે છે, પાત્ર ને સ્વતંત્ર મૂકે છે, માટે જ પ્રેમ એ ખીલવાની રીત છે, જ્યાં માલિકી ભાવ,તિરસ્કાર, ને નફરત ફેલાયેલી છે ત્યાં આજીવન પ્રેમ શક્ય નથી આ વસ્તુ બે પાત્રો ની લાગણી ને ખૂબ જલ્દી કરમાવી દે છે.. સાચો પ્રેમ તો એ છે જે ના પછી ફરી એ લાગણી બીજા માટે ક્યારેય ના જન્મે.. કેમકે પહેલો પ્રેમ એ પ્રેમ છે કેમ k પહેલા પ્રેમ ને સમસ્ત લાગણી સમર્પિત થઇ જા ય છે,નિષ્ફળ થયેલો પહેલો પ્રેમ બીજા પાત્રો તરફ લઇ જય છે, નિષ્ફળ પાત્ર માત્ર સાંત્વના કે સહાનુભૂતિ શોધે છે માત્ર જખ્મ ની દવા શોધે છે, કેમ k પ્રેમ તો પહેલી વાર થઇ ચુક્યો છે… ભાગ્યશાળી હોય છે એ લોકો જે પોતાના મનપસંદ પાત્ર ને પામ્યા છે ને સમસ્ત જીવન એમની સાથે વિતાવશે… કેમ કે પ્રેમ એ આખુ પુસ્તકો છે માત્ર પ્રકરણ નહિ ને આખુ પુસ્તક વાંચવા ને સમજવા આખુ જીવન જોઈએ માત્ર થોડોક સમય નહિ..
આજે વેલેન્ટાઇન ડૅ પર એટલું જ કહીશ કે જ્યાં સાચી લાગણી છે ત્યાં રોજ વેલેન્ટાઇન છે.. વેલેન્ટાઇન ડૅ ની સૌ મિત્રો ને શુભેચ્છાઓ