ઊંવા ઊંવાથી લઈને રામ રામ સુધી, ખોળામાં જેના હું રમતીને હરખાતી, એ છે માતૃભાષા બસ મારી ગુજરાતી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ખૂબ જ આનંદ થાય જયારે આપણી લખેલી રચના અન્ય જિલ્લાના શિક્ષકોને પણ હૃદયથી ગમે અને તેઓ બાળકોને પણ તેનો રસાસ્વાદ કરાવે.. અને બુલેટીન બોર્ડ પર સુવર્ણ અક્ષરે આપણા નામ સાથે ચિતરાય.. હે શબદ અને માતૃભાષા તને વંદન.. તે મને ક્યાં ક્યાં સુધી પહોંચાડી 🙏🙏

 

ખોળામાં જેના હું રમતીને હરખાતી,

એ છે માતૃભાષા બસ મારી ગુજરાતી.

 

જેના ચરણોમાં હું છું કાયમ નતમસ્તક,

દેવોથી પણ પર એ તો ભાષા કહેવાતી.

 

મારી અભિવ્યક્તિના સૌ ભાવ ભળે એમાં,

વણકહયે, વણસુણે એ અવિરત  પરખાતી.

 

ઊંવા ઊંવાથી લઈને રામ રામ સુધી,

સંગી ને સાથી બની હૈયે મારા ચંપાતી

 

હાય હેલ્લો ટાટા સૌ સમજ્યા વિના બોલે,

પણ જયશ્રી કૃષ્ણ કહી રગરગ જે વખણાતી…

 

સૂચિતા ભટ્ટ “માલતી “…

 


Share this Article
TAGGED: