અજીબ છવાઈ કોઈ આફત છે,
ના ધૂપ કે છાંવની કોઈ ચાહત છે.
રણની રેત કે બાગ હોય મઘમઘતો,
મનને તો કશેય ક્યાં કોઈ રાહત છે.
પૂનમની રાતને ગ્રહણ લાગી ગયું
અંધારું ચીરવાની ક્યાં હિંમત છે?
બગડ્યો મોલ બધો માવઠાથી ત્યાં,
બે-ચાર લીલા તણખલા બરકત છે.
આમ જ પૂરી થશે સફર જિંદગીની,
સંજોગોની જોને કેવી હિકમત છે.
સમેટી લેવા પડે સૌ તામજામ ‘રંજન’
શ્વાસોની અજીબોગરીબ હરકત છે.
દક્ષા રંજન
અમદાવાદ