બસ ક્યારેક ભીનાને ક્યારેક
કોરા સાવ ફોરા જેવા
વાગીએ તો પથ્થર જેવા
સ્પર્શી એ તો ઠંડા ગોરા જેવા
આમ તો કોમળ કુસુમ જેવા
જો છંછેડો તો ગોફણ જેવા
ખુદના આભે પારેવા જેવા
પારકે ચટકીએ ક્રૂર કંટક જેવા.
આપવામાં પ્રેમના પિયાવા જેવા
પામીએ સ્નેહના સરોવર જેવા
હોય અફાટ રણ કે જળ
વિચરતા રમતા વાદળ જેવા
કડવી દવાના લાભ જેવા
મીઠી ખીરના સ્વાદ જેવા
ભલેને હોય વર્ચ્યુઅલ દુનિયા
તોય ભળી જતાં જળ જેવા
હસીએ તો ખીલતી કળી જેવા
ગાઈએ તો ગુંજન મીઠા જેવા
ચમકીએ તો સાચા રતન જેવા.
છાંટીએ રંગ તો ઈન્દ્રધનુ જેવા.
ઈલા મિસ્ત્રી ‘કલમ’
દક્ષા રંજન
ઈન્દ્રધનુ પરિવાર.