કોઈ આંખો ના કામણ થી લૂંટે છે,
તો કોઈ શબ્દો ની મોહજાળ થી લૂંટે છે.
કોઈ ક્યારેક છળ થી લૂંટે છે;તો,
ક્યારેક કોઈ કપટ થી લૂંટે છે.
તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ
“તમારાં” જ છીએ એમ કહીને લૂંટે છે.
“જીવનભર તમારાં જ રહેશું”કહીને,
જીવન આખાય નું ચેન લૂંટે છે.
દોસ્તો…
“કહેનારા” અને “કરનારા” અલગ છે;
વારંવાર આવી વાતો કહીને લૂંટે છે.
માત્ર ખુદ ની અંદર નજર કરીને જુઓ!
કે,આંખ મીંચી ને વિશ્વાસ કરતાં પહેલા,
તમારાં એ વિશ્વાસ માં શું ખૂટે છે???
–હેતલ જાની “હેત”(આણંદ)