કવયિત્રી અરુણા શૈબ્યા દ્વારા રચિત આત્મ-પ્રેરણાદાયક કવિતાઓનો એકમાત્ર સર્વ શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ “વિજયશ્રી”ની સમીક્ષા
बंजर के पौधे
उन पौधों के साहस को देखो …
जो पत्थर तोड़ उग जाते हैं।
उनको डर नहीं हिमालय से। …
अपने दॄढ़ निश्च्य से ही वे
पाताल से जल ले आते हैं।
जो पत्थर तोड़ उग जाते हैं।
કવયિત્રી/લેખિકા અરુણા શૈબ્યાએ “વિજયશ્રી” કાવ્યસંગ્રહથી આપણને જીવનના ઉતાર-ચઢાવ અને જીવનના દરેક ક્ષેત્રમાં આત્મચિંતન સહિત આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણના મહત્વ વિશે જણાવ્યું છે. જ્યારે આપણે જીવનના એવા તબક્કે પહોંચીએ છીએ, જ્યાં આપણું મન થાકી જાય છે, આપણે અંદર અને બહારથી થાકી જઈએ છીએ, જીવનની દોડમાં ચાલતાં-ચાલતાં, દોડતાં- દોડતાં ક્યારેક પડી જઈએ છીએ અને આપણે મનથી હારી જઈને જીવનમાં નિરાશ બનીણે બેસી જઈએ છીએ ત્યારે આ કાવ્ય સંગ્રહની દરેક પંક્તિ અને દરેક કવિતા આપણને જીવનની દરેક હારી ગયેલી રમત જીતવાની શક્તિ, જુસ્સો, આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણા આપે છે. આ પુસ્તક દરેક ઉંમરના વ્યક્તિને અથાક પરિશ્રમથી જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવાની પ્રેરણા પૂરી પાડતી હોઈ દરેક ઉંમરના લોકોએ આ કવિતાઓ અવશ્ય વાંચવી જોઈએ. જીવનના દરેક તબક્કામાં આપણને સૌને આત્મપ્રેરણાથી સ્વયંને પ્રોત્સાહિત કરવાની તથા આત્મવિશ્વાસની સૌથી વધુ જરૂર હોય છે. જ્યાં આ કાવ્યસંગ્રહ આપણા માટે એક બ્રહ્માસ્ત્ર સમાન સાબિત થાય છે. જેના દ્વારા આપણે જીવનની દરેક હારેલી રમત જીતી શકીએ છીએ તેમજ જીવનની દરેક મુશ્કેલીનો નીડરતાથી સામનો કરી શકીએ છીએ. આ માત્ર એક કાવ્યસંગ્રહ નથી પરંતુ આત્મપ્રેરણાનું એક સંપૂર્ણ પેકેજ છે.
आगाज और अंजाम
हौंसले वे रास्ते हैं
जो मंजिलों तक ले कर जाए।
ठान लो तो कैसे कोई
स्वप्न में बाधा ले आए।
આ કવિતાઓ આપણને ઊંચે ઉડવાની ભાવના અને આત્મશક્તિ પ્રદાન કરે છે. દરેક વિદ્યાર્થી અને કર્મચારીથી લઈને ઉદ્યોગપતિએ પણ આ કાવ્યસંગ્રહ “વિજયશ્રી” અવશ્ય વાંચવી જોઈએ. હું વચન આપું છું કે, આ કાવ્યસંગ્રહ “વિજયશ્રી” વાંચ્યા પછી તમારે કોઈ પ્રેરક કે આત્મપ્રેરક સેમિનાર અને વર્ગમાં જોડાવાની જરૂર નહીં પડે. આ કાવ્યસંગ્રહની દરેક કવિતા તમારા અંતર-મનને આત્મપ્રેરણાની શક્તિ અને ઉર્જાથી ભરી દેશે. જ્યારે-જયારે તમને આત્મપ્રેરણાની જરૂર જણાય અથવા તમને સ્વયંથી પ્રેરણાની જરૂર હોય, ત્યારે “વિજયશ્રી” કાવ્યસંગ્રહની આ દરેક કવિતાઓ આત્મપ્રેરણા અને આત્મવિશ્વાસ માટેની તમારી અપેક્ષાઓ પૂર્ણ કરશે. દરેક વખતે તે તમારા મનને હકારાત્મક ઊર્જા, આત્મપ્રેરણા અને આત્મવિશ્વાસથી ભરી દેશે. આ કાવ્યસંગ્રહ વાંચ્યા પછી અને તમારા મગજમાં ઉતરી ગયા પછી, ભાગ્ય પણ તમને જીવનના કોઈ પણ અધ્યાયમાં સફળતાને હાંસિલ કરવાથી તેમજ તમારા હોંસલોની ઉડાન ભરવાથી રોકી શકશે નહીં.
नियति को सन्देश दे दो
अब हार तुम सकते नहीं,
ये नियति को सन्देश दे दो।
हारेगा अब से हार भी
ऐसा तुम संकल्प ले लो।
આ પુસ્તક તમારા જીવનમાં કારકિર્દી તથા વ્યવસાયની દરેક ક્ષણે આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણા સાથે તમારી હિંમત અને મનની શક્તિને સાચી દિશામાં કેન્દ્રિત કરવા માટે મદદરૂપ બની તમારું મનોબળ બનાવી રાખવા કાયમ રહેશે. આ એ પ્રકારનું પુસ્તક નથી કે જે એકવાર વાંચ્યા પછી ફક્ત બુક શેલ્ફ પર પડી રહેશે. પરંતુ જયારે પણ તમે જીવન, કારકિર્દી તથા વ્યવસાયની રાહ પર મુશ્કેલીઓથી કંટાળીને હેરાન-પરેશાન થઈ જાવ ત્યારે આ કાવ્યસંગ્રહ તમારા માટે શ્રીકૃષ્ણરૂપી સારથી બનીને તમારા મનને આત્મપ્રેરણાથી સંપૂર્ણપણે ભરી દેશે. તમારા ઉત્સાહને જાળવી રાખવામાં મદદ કરશે તેમજ જીવનમાં સફળતા હાંસિલ કરવા માટે વધુ સખત પરિશ્રમ કરવા પ્રેરિત કરીને તમને જીવનના દરેક અધ્યાયમાં સફળતા હાંસિલ કરાવશે.!!!
એકમાત્ર સર્વશ્રેષ્ઠ આત્મપ્રેરણાત્મ્ક કવિતાઓનો કાવ્યસંગ્રહ “વિજયશ્રી”…
આવા પ્રેરણાત્મક કવિતાઓના આ અદ્ભુત કાવ્યસંગ્રહ “વિજયશ્રી” માટે અરુણા શૈબ્યાજીનો ખૂબ ખૂબ આભાર…
પુસ્તક સમીક્ષક:- વિશાલ ચાવડાની કલમથી…
Book Link:
https://bit.ly/Vijayshreebyaruna