વાંઝિયામહેણું “
©️ ફાલ્ગુની ત્રિવેદી, ફોરમ
પારેવડી જેવી માસૂમ, કુમળી, વ્હાલસોયી દીકરીને નજરની સામે જ એક વાસના ભૂખ્યા રાક્ષસને હાથે તડપીને મૃત્યું પામતી જોઈને , હૈયાફાટ આક્રંદ કરતા લાચાર મા-બાપને આજે tv માં જોયા પછી ...
ધ્રુજતાં હાથોને જોડીને અશ્રુભીની આંખે એક વયોવૃદ્ધ દંપતીએ ઈશ્વરને કહ્યું; "અમે આખી જિંદગી વાંઝિયામહેણાં સહન કર્યા. તને કાયમ રડી રડીને ફરિયાદ કરી... પણ આજે તારો પાડ માનીએ છીએ ".
હે પ્રભુ.....તારો ઉપકાર માનીએ એટલો ઓછો છે.. તે અમને કોઈ ભોળી પારેવડી જેવી દીકરી નથી આપી. જેનાં મોતનો નગ્ન નાચ આખી દુનિયા નફ્ફટ બની જોતી રહી.
હે નાથ.. તે અમને કોઈ રાક્ષસ જેવો દીકરો પણ નથી આપ્યો કે જે કુમળી, માસૂમ કળી જેવી દીકરીઓને વાસનાની વેદી પર વધેરી નાંખીને એની માતાની કોખને જન્મરા સુધી કલંકિત કરી નાંખે.