વાંક શું એ ભાવભર્યા કાળજાનો? હેતલ જાની ‘ હેત ‘
ખૂબ હઠીલી હોય છે લાગણી થી ધબક્તા કાળજાની કોર……
ઉપર થી દેખાય અગાધ શાંત અને અંદર થી એ મચાવે શોર…..
વાંક શુ છે એ ભાવભર્યા કાળજા નો??????
બસ થવા માંગે છે એ વહાલપ માં તરબોળ!!!!!
જિદ્દી લાગણીઓ ને કારણે ઘણા મસમોટા વજ્રઘાત પામી છું….
કારણ કે હું લાગણી ભૂખી, અધૂરી ….અડધા દોરાયેલા ચિત્ર જેવી…..રંગો પુરાશે એ આશ માં જીવતી. ખોવાયેલા કલાકાર ની કારીગરી છું….
થીજવાને આરે આવી ગઈ છે મુજ જંખનાઓ ટાઢીબોળ