જ્યારે આપણે સેવા કરીએ છીએ પ્રભુમાં મન પરોવીએ છીએ.ત્યારે એ સમયે આપણે તો બાળ ગોપાળની સેવા કરતાં હોયને પ્રભુ આપણું કાર્ય સફળ કરતાં હોય છે.
તમને એવું થશે કે,આ વાત કેમ શક્ય બને?જો તમે તન,મનથી બધું જ સમર્પણ કરો તો જ શ્રીકૃષ્ણ મળે.જ્યારે આપણે નક્કી કરેલું પૂર્ણ નથી થતું,ત્યારે આપણે ભગવાન સમક્ષ જાઈએ જ છીએ.અને કહીંએ છીએ કે,
“હે પ્રભુ મારું આ કાર્ય પૂર્ણ કરવા હું ઢોળાઈ ગયો,મેં મહા મુશ્કેલીઓ વેઠી!મેં બધી રીતે નિભાવ્યું.મેં મારો પુર્ણ પ્લસ આપીને કર્મ કર્યું.”
આવી ફરીયાદ સાથે પ્રભુ પાસે જઈએ ત્યારે આપણે પ્રભુને સમર્પિત થયા ન કહેવાય.જે પણ તમે કર્યું છે,એને તમે તમારું કર્મ સમજો છો.પરંતુ એ તમારું કર્મ નથી.એ તો તમે નક્કી કરેલા કઠોળ નિર્ણય હતાં.પ્રભુ એ તમારા માટે ક્યારેય એવું દુઃખ લખ્યું જ ન હતું.
આપણે પ્રભુને સમર્પણ થવું છે ત્યારે,આપણે આપણા જ વિચારોથી કરેલું કર્મ પ્રભુ પર સમર્પિત ન કરી શકીએ.
જ્યારે પ્રભુને સર્વસ્વ સમર્પણ કરીએ ત્યારે આપણે જે વિચાર્યું હતું કે,આપણે કરેલું કોઈ પણ કર્મ પુર્ણ કરવા માટે આશા રાખી એની મદદ ન લઈ શકીએ.
મનુષ્ય સહ સ્વભાવ છે.સમાજની દષ્ટિને ધ્યાન રાખીને આપણાં વિચારો સાથે કર્મ કરીએ છીએ. આપણે જ્યારે થાકી,હારીને પ્રભુ પાસે જઈએ છીએ.પરંતુ જ્યારે સક્સેસ નથી થતાં ત્યારે અહંતા, મમતા બધું જ છોડીને તન,મનથી પ્રભુને સમર્પણ થાશું ત્યારે નવો વળાંક,નવી દિશા જરૂર ખુલશે.જે આપણે વિચાર્યું ન હોય પરંતુ પ્રભુને સમર્પણ થતાં એ હવે આપણું વિચારીને આપણા કાર્ય કરવા લાગ્યા હશે.આમ,કરવાથી ભલે આપણને થોડો સમય એમ થાય કે,બધું શૂન્ય થઇ ગયું છે. ધીરજ ધરો ચોક્કસ ત્યાં પ્રકાશ મળશે.પ્રભુને સમર્પણ થયાં પછી જે જીવન મળશે એ જ આપણું સાચું કર્મ હશે.
દુનિયાથી ડરી ખોટી દિશાને તમારૂં કર્મ સમજવાની ભુલ ન કરશો. અન્યાય સહન કરો નહીં.તમે જ વિચારેલી વાત પકડીને તમારું અસ્તિત્વ હણો નહીં.અન્યાય સામે લડવા માટે એક ડગલું હિંમત કરી ને ભરો!પછી જોવો તમારું ભરેલું એક ડગલું પ્રભુ પોતાનું ચક્ર ફેરવીને તમે જે કરી નહોતાં શકતાં એ કાર્યો કેમ સિધ્ધ કરે.
બસ એજ મનને છેતરો નહીં.વિચારો કે,તમે જે હાલ કરી રહ્યા છો એ તમારું સાચું કર્મ છે?