ગમે તેટલી મુશ્કેલીઓ વચ્ચે પણ નિશ્ર્ચિત કરેલો એ જ ધ્યેય પ્રાપ્ત કરવા મથ્યા રહેવું અને એ જ ઉમદા દિશામાં પોતાની બધી શક્તિઓ વાપરવી એ જ જીવનની સાચી સાર્થકતા.ધ્યેય વગરનું જીવન નકામું છે.તમારી સાયકલ કોઈ બીજાને ચલાવવા દેશો તો એ ચોક્કસ તમને આ સમાજના રૂઢિચુસ્ત કોચલામાં નાખી તમારું જીવન બરબાદ કરી નાખશે.કોઈ કહે એ નહીં.
તમારી આવડત ઓડખી તમે તમારું લક્ષ્ય નક્કી કરો.અને એને પ્રાપ્ત કરવા માટે મથ્યા રહો.હું આમજ નથી કહેતી,જીવનને સાર્થક કરવા માટે કહું છું.જો જીવન ભટકી જશે તો તમારે જે માભો જોઈએ છે,એ ક્યારેય પ્રાપ્ત નહીં થાય.નાનપણથી નક્કી કરેલું લક્ષ્ય તમને આડા અવળા માર્ગે ચડતા અટકાવશે.
લક્ષ્ય વગરનું જીવન કુવાના ડેડકા જેવું બની જશે,એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.ઘણા અનુભવોથી હું આજ તમને આમ સચોટ રીતે કહી શકું છું.અગર રસ્તો તમે ભટકી પણ જાઓ,તમારું અસ્તિત્વ પણ ન રહે. ત્યારે પણ હજુ તમારા મનમાં રહેલું લક્ષ્ય મક્કમ જ હશે તો ચોક્કસ તમે ઊભા થઈ શકશો.
આખું જીવન નિકળી જાય પછી અફસોસ જ બચે એ પહેલાં એક ધ્યેય નિશ્વિત કરો.પછી નક્કી કરેલા ધ્યેયના સિધ્ધાંત પર ચાલવા માટે તમે એકલા પણ થઈ જાઓ તો પણ ડરશો નહીં.જીવન છે તો મુશ્કેલીઓ તો છે જ…!સંધર્ષ વગરનું જીવન પાયા વગરની ઇમારત જેવું છે.જીવન છે તો પડકારો ઝીલવા પડશે.મુશ્કેલીઓ આવે ને જાય એમાંથી પસાર થતા ઘણું શીખવા મળશે.
જેમ ભક્તનું લક્ષ્ય ભગવાન હોય છે.એમ આપણને મળેલા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ દેખાતું હોવું જોઈએ.આપણું લક્ષ્ય હંમેશા ઉચ્ચકક્ષાનું હોય એ જરૂરી છે.લધુતા છોડી પોતાના નિશ્વિત કરેલા ધ્યેય સુધી પહોંચવા ચાલ્યાં જ કરવું.ભલે રસ્તામાં અસફળતા મળે પરંતુ તમે મહેનત કરી છે તો નિરાશ ન થાઓ.ચાલ્યા જ કરો.આગળ વધતાં સફળતા ક્યાંક સામેથી આવતી દેખાશે.
આ વમળ જેવા જીવનને કમળ સ્વરૂપે કેમ ખીલવવુ એ આપણા પોતાના સ્વત્વમાં રહેલું છે.અદેખાઇ છોડી પોતાની શક્તિઓને ઉજાગર કરો.કલ્પનાની બારીઓ બંધ કરો.કલ્પનાની બારીએથી ઉડીને તમે ક્યારેય નિશ્વિત કરેલું ધ્યેય પ્રાપ્ત કરી શકશો નહીં.યાદ રાખો જીવનમાં એવા કોઈ જાદુઈ ચમત્કારો થતાં નથી.લક્ષ્ય સુધી પહોંચવા પોતેજ કમરતોડ મહેનત કરીને ચમત્કારી બનવું પડશે.