Health News: મેથીનો ઉપયોગ દરેક લોકો રસોડામાં કરતા જ હોય છે. મેથી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જેના કારણે તેને શાકભાજીમાં સોનું પણ કહેવામાં આવે છે. ઘણા વિટામિન્સની સાથે, મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી અલ્સર, એન્ટી કેન્સર, એન્ટીબેક્ટેરિયલ અને લીવર પ્રોટેક્શન જેવા ખાસ ગુણો ધરાવે છે.
મેથીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, વિટામીન બી અને ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. મેથી દેખાવમાં નાની હોય છે, પરંતુ તે ખૂબ જ ગુણકારી હોય છે. ઘણા આરોગ્ય સંબંધિત ગુણધર્મો યુક્ત છે.
વાળ વધારવામાં પણ મદદ રૂપ
મેથીના પાણીથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે. આ માટે 1-2 ચમચી મેથીના દાણાને આખી રાત પલાળી રાખો. જો તમે સવારે તેને પીસીને તમારા વાળના મૂળમાં લગાવો તો એક કલાક પછી તમારા વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આમ કરવાથી વાળ ખરતા અટકે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે
મેથીમાં મળતા ફાઈબરને કારણે તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. એટલું જ નહીં તેમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે હાડકાને મજબૂત બનાવે છે. મેથીમાં આયર્ન અને કોપર પણ મળી આવે છે. જેના કારણે તે મહિલાઓમાં એનિમિયાને પૂર્ણ કરે છે.
ત્વચામાં નિખાર
મેથીને બ્લડ પ્યુરિફાયર પણ કહેવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે. આ સિવાય તે ડાયાબિટીસના સ્તરને જાળવી રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. મેથીમાં લીવર પ્રોટેક્શન પ્રોપર્ટીઝ પણ જોવા મળે છે.
પરાઠા કે પુરી બનાવવામાં પણ વપરાય
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું
મેથીનું લીલા પાંદડા પીસીને પરાઠા કે પુરી બનાવવામાં પણ વપરાય છે. આટલું જ નહીં, લીલા પાનનો ઉપયોગ શાકભાજીની મસાલામાં પણ થાય છે. તેથી મેથીના દાણાને પલાળીને ખાઈ શકાય છે. અથવા મેથીના દાણાને પીસીને તેનો મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે.