21 વર્ષનો એક યુવાન ભાઈ-બહેન વિશે બોલે, મામા-ભાણા વિશે બોલે અને દુનિયાદારી-પ્રેમ વિશે બોલે તો લાખો લોકોને બે ઘડી સાંભળવાનું મન થઈ જાય એવું ભાગ્યે જ બનતું હોય છે. પરંતુ આજે અહીં સાવરકુંડલાના એક એવા યુવાન વિશે વાત કરવી છે કે જેમના શબ્દોમાં અને એક્ટિંગમાં લાગણીનો વટ છે. લાગણી છલકાઈ છે અને એટલે જ લોકોને ગમે છે. 21 વર્ષના આ યુવાનનું નામ એટલે કે વસીમ જાદવ. સુરત અને રાજકોટ એમ બે શહેરમાં 1 થી 12 ધોરણનો અભ્યાસ કર્યો છે અને હવે બીએના ચોથા સેમેસ્ટરમાં સાવરકુંડલા ખાતે અભ્યાસ કરી રહ્યો છે અને ત્યાં જ રહીને વીડિયો બનાવી રહ્યો છે. લાખો લોકો વસીમના અવાજને પસંદ કરે છે અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર તેના વીડિયો વાયરલ થતાં રહે છે.
2017માં વસીમે ટિકટોક પર એન્ટ્રી મારી અને લોકોનો જોરદાર રિસપોન્સ મળ્યો. તે પોતાની આગવી શૈલીમાં વીડિયો બનાવતો હતો. જોત જોતમાં લાખો લોકો તેને ફોલો કરવા લાગ્યા અને મિલિયનમાં લોકો એમના વીડિયોને રોજ જોતા અને શેર પણ કરતાં. પરંતુ ત્યારબાદ સરકારે એપ્લિકેશન પર બેન લગાવી દીધું. પછી 2019માં વસીમની એન્ટ્રી ઈન્સ્ટાગ્રામમાં થઈ અને ત્યાં પણ એ જ જોશ જુસ્સા સાથે તેણે શરૂઆત કરી, જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર 3000 લોકો વસીમને ફોલો કરતા હતા અને હાલમાં 70,000 ફેન ફોલોઈંગ સાથે વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. સાથે જ વસીમ મોજમાં પણ એક્ટિવ છે અને ત્યાં ફોલોઅર્સની સંખ્યા 12 લાખ છે. એક વર્ષમાં જ મોજમાં 12 લાખનું ફેન ફોલોઈઁગ આખા ગુજરાતમાં ખુબ ઓછા લોકોને મળતું હોય છે.
https://instagram.com/vasimjadav_official?igshid=ZDdkNTZiNTM=
વસીમના પહેલા વીડિયો વિશે આ યુવાન જણાવે છે કે બધા સ્ટેટસ મૂકતા, બીજાના ડાયલોગ અને સ્પીચ હું સાંભળતો અને પછી મને થયું કે હું પણ બનાવું. હું પણ કંઈક આવું કરી શકું છું અને એ રીતે મે મારી માટે પર્સનલ એક વીડિયો બનાવ્યો અને આ વીડિયો ભાઈ બહેન વિશે હતો. પછી મે આ વીડિયો શેર કર્યો તો ખુબ વાયરલ થયો અને લોકોનો રિસપોન્સ સારો મળ્યો. મને અંદરથી પણ એક વિશ્વાસ આવ્યો કે ના હું પણ બધાની જેમ કરી શકું છું. પછી તો મારી જર્નીની એકદમ અલગ જ શરૂઆત થઈ.
હું રોજ એ વિચારતો કે કેવો વીડિયો મૂકુ તો લોકોને વધારે ગમશે અને રિસપોન્સ સારો મળશે. ધીરે ધીરે હું ભાઈ બહેન, દોસ્તી, દુનિયાદારી, પ્રેમ વિશે, મોટિવેશનલ.. વગેરે ટોપિક પર વીડિયો બનાવતો થયો. સાથે સાથે જ યુ-ટ્યુબ ચેનલ પર પણ વસીમ કામ કરી રહ્યો છે અને ત્યાં તેના 1000 ફોલોઅર્સ છે અને તે કોમેડી વીડિયો બનાવતો રહે છે. ત્યાં તે એક અઠવાડિયામાં એક વીડિયો અપલોડ કરે છે જ્યારે ઈન્સ્ટામાં રોજ કરે છે.
https://youtube.com/@v.t.a_drama
વસીમના સૌથી વધારે ચાલેલા વીડિયો વિશે વાત કરીએ તો મામા-ભાણા વિશેનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોને ટૂંકા સમયમાં 41 લાખ વ્યૂ મળ્યા છે. માત્ર 70,000 ફોલોઅર્સમાં 41 લાખ લોકો વીડીયો જુએ એ ખરેખર ખુબ ગર્વની વાત કહી શકાય. ક્યારે વસીમે કોઈ વલ્ગર ભાષાને કે કન્ટેનને મહત્વ નથી આપ્યું. એટલે જ આજે વસીમના મોટો ભાઈ, માતા-પિતા, મામા બધાનો વસીમને ખુબ જ સપોર્ટ છે અને પરિવાર પણ કહી રહ્યો છે કે મારો વસીમ એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધે તો સારું અને અમને ગમશે. વસીમને પણ એક્ટિંગ ફિલ્ડમાં જ આગળ વધવું છે.
તે પોતાના હાલમાં ભવિષ્ય વિશે જણાવી રહ્યો છે કે, મારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને કંઈક નવું આપવું છે. હાલમાં જોવા જઈએ તો ગુજરાતીમાં પ્રેમ વિશે અને રિયલ સ્ટોરી પર વધારે ફિલ્મો બની રહ્યા છે. પરંતુ હોરર ફિલ્મો ભાગ્યે જ બને છે. તો મારું સપનું છે કે મારે ગુજરાતીમાં એક હોરર ફિલ્મ બનાવવું છે. સાથે જ મજાની વાત તો એ છે કે વસીમ હાલમાં જ એક હોરર વેબ સિરિઝ કરી રહ્યો છે અને જેમાં પોતે જ એક્ટર, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ વ્રાઈટર છે. વસીમે આ પહેલાં પણ પ્રમોશન એડમાં કામ કરેલું છે.
કેવા વીડિયો બનાવવા એ નક્કી કરબા બાબતે વસીમ કહી રહ્યો છે કે મોટે ભાગે તો મને લોકો સામેથી મેસેજ કરે કે વસીમભાઈ તમે આ પ્રકારના વીડિયો બનાવો. મારા ચાહકો મારા માટે ભગવાન છે. હું એમની બધી જ ડિમાન્ડ પુરી કરવાની હંમેશા ટ્રાય કરું છું. જે પણ લોકો મને ડાયરેક્ટ મેસેજ કરીને કહે કે તમે આ વીડિયોમાં ખુબ સરસ બોલ્યા છો કે આ પ્રકરાનો વીડિયો બનાવો તો હું પુરો ન્યાય આપવાનો પ્રયાસ કરું છું.
આ સિવાય હું કોલેજમાં જાઉ તો ત્યારે પણ અમુક છોકરીની છેડતી થતી હોય કે ખરાબ ઘટના ઘટે તો એ ફરીથી ન થાય અને યુવાનો એમાંથી કંઈક શીખે એ પ્રકારના ડાયલોગ લખું છું અને યુવાનોને યુવાનોને ગમતી ભાષામાં જ વીડિયો બનાવું જેથી એક સારો મેસેજ પાસ થાય છે. આ સિવાય એક એ વસ્તુ પણ જોઉ છું કે મારો પહેલા ક્યો વીડિયો સારો ચાલ્યો છે તો એ પ્રકારના વીડિયો પર પણ હું ફોકસ કરું છું. બીજી વાત કરીએ તો વસીમની કળા વિદેશ સુધી પણ વખણાઈ ચૂકી છે તેમજ ગુજરાતના સારા સારા ગાયક કલાકારો પણ વીડિયોને લાઈક કોમેન્ટ કરતા રહ્યા છે.