સામાન્ય નાગરિક ડોક્ટરોને ભગવાન સમાન માનતા હોય છે. પરંતુ કમનસીબે કેટલાક ડોક્ટરો ભગવાન બદલે “રાવણ “અને “દુર્યોધન “નો રોલ ભજવતા હોય છે. કોરોનામાં પણ કેટલાક ડોક્ટરોએ માનવતાની વિરુદ્ધની કામગીરી કરવા અંગેના આક્ષેપો જાહેરમાં થયેલા છે .
અલબત્ત મોટાભાગના ડોક્ટરો મેડિકલ કાઉન્સિલના નિતિનિયમ મુજબ અને માનવતા સભર કાર્યવાહી દર્દી ઓ સાથે કરતા હોય છે. આવા માનવતાવા દી ડોક્ટરોમાં ,ડોક્ટર સુકુમાર કુમાર મહેતા, ડોક્ટર દિલીપભાઈ માવળંકર,મહેન્દ્રભાઈ ગજ્જર ,વિપુલભાઈ ઠક્કર , સેલ્બી ના હાડકાના સર્જન નિરજ ભાઈ વસાવડા , ડોકટર દુષ્યંતભાઈ બલાત ,ડોક્ટર કલ્પેશભાઈ બલાત ,જેવા ઘણા બધા ડોક્ટરો ખૂબ સારી સારવાર કરતા હોય છે અને દર્દીઓને લૂંટવાના બદલે મદદરૂપ થતા હોય છે…
પરંતુ તાજેતરમાં ગાંધીનગર ખાતે એક બનાવ એ દર્શાવે છે કે કેટલાક ડોક્ટરોમાં હજુ પર “રાવણ” અને “દુર્યોધન”ના સંસ્કારો જીવિત છે..
મૂળ વાત ઉપર આવીએ તો ગાંધીનગરની એક કોલેજમાં અભ્યાસ કરતા પુખ્ત ઉંમરનાયુવક અને યુવતી પ્રેમમાં હોય છે .આ દરમિયાન સામાજિક ભૂલથી યુ વતી પ્રેગ્નેન્ટ બને છે .હવે આમ તો આજના સમયમાં આ બાબત તદન સાહજિક બાબત છે ..પરદેશમાં તો સ્કૂલના બાળકોને માતા પિતા જ ગર્ભ નિરોધક ના સાધનો આપતા હોય છે.
પરંતુ ભારત અને ગુજરાતમાં હજુ પણ સામાજિક ડ ર જીવંત છે. પછી ગાંધીનગરનું આ પ્રેમ યુગલ ખાનગી ડોક્ટર પાસે ગર્ભપાત માટે ગયું ત્યારે શરૂઆતમાં તો 30000 ની આસપાસની ફી જણાવી ,પરંતુ પાછળથી પ્રેમી યુગલને વિશ્વાસમાં લઈ તેના માતા પિતાના નામ અને નંબર જાણી તેમને જણાવી દેવાની વાત કરીને લગભગ અઢી લાખ રૂપિયા પડાવી લીધા !!!!ખરેખર તો આવી પરિસ્થિતિમાં ડોક્ટરોનો રોલ પ્રેમી યુગલ નાં માતા-પિતાનો હોવો જોઈએ . પરંતુ ઉપર જણાવી ગયા તેમ આ ડોક્ટરે “રાવણ” અને “દુર્યોધન “નો રોલ અદા કરી ડોક્ટર જગત માટે શરમજનક પરિસ્થિતિનું સર્જન કરેલ છે..