સંઘર્ષ એ જીવનનો સાર છે.સંઘર્ષ કરવાથી માનવ અતૃપ્ત ચેતના,સ્ફૂર્તિ,ઉત્સાહ ભરી રોજ નવજીવન જીવી શકે છે. જે માણસનાં જીવનમાં બેઠું બેઠાળેલુ બધું જ મળી જાય છે. એ માઇકાગંલો બની જાય છે.
પતંગીયાને કસોટામાંથી બહાર નિકળવા સંઘર્ષ કરવો જરુરી બને છે.જો એ કસોટામાંથી બહાર નિકળવા સંઘર્ષ કરે છે તો જ એની પાંખો પ્રફુલ્લિત અને ઉડાન ભરવા ફડફડે છે.અને જો એ કસોટાનેં આપણે આપણા હાથથી તોડી નાખશું તો સંઘર્ષ કર્યા વગર એની પાંખ નબળી જ રહેશે.એની આખી જિંદગી ઉડાન વગરની નબળાઈ બનીને રહેશે.
આજ રીતે માનવજીવનનું છે.આપણે આપણા બાળકનાં સામે આવતા વિઘ્નો,પડકારો કે અવરોધોને દૂર કરવા આડે આવતા રહીશું.કસોટા રૂપી વિધ્નોને આપણે આપણા હાથથી હટાવી દઈશું તો આપણું બાળક પોતાના અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર નીકાળી નહીં શકે. પરંતુ બાળક પોતાની સામે આવેલા પડકારોને ખુદ પોતાની રીતે હેન્ડલ કરશે તો અચૂક એ આ દુનિયામાં સારી રીતે જીવવા માટે સક્ષમ બનશે. બાળકનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી છે
પરંતુ બાળકને કોચલામાંથી બહાર નહીં નિકળવા દેવું એ લાંબે ગાળે વિધ્વંસક સાબિત થશે.જો હરવખત બાળકની ડગલે ને પગલે સાથે રહીને કેર કરતા રહીશું તો જાણ્યે અજાણ્યે એના વિકાસમાં વિધ્નરૂપ પહાડ આપણે ખુદ જ બનશું.બાળકની વિસ્તૃત ઉડાન આપવા એને ખુદને જ સંઘર્ષ કરવા દો.