આપણે જાણીએ જ છીએ કે,મૃત્યુ છે.એ આવશે એક દી’એ પણ નક્કી જ છે.પરંતુ મૃત્યુ આવે એ પહેલાં આપણે અહીં શું કરવા જન્મ લીધો છે?એ પોતાનાં આત્માનો અવાજ તમે ક્યારેય સાંભળ્યો છે કે, સાંભળવાની કોશિશ પણ કરી છે.
જીવન એટલે ખાવું,પીવું અને ફરવું,એ નથી.આજ જો તમે જીવનને સમજશો નહીં,તો તમે જ્યાં જીવન છોડ્યું છે.મૃત્યુ પામ્યા છો એ જ અધુરાં જીવનની યાતનાઓ ત્યાંથી શરૂ કરવી પડશે.કોઈ પણ કારણોસર મનમાં રહેલી ઈચ્છાઓને મારી એ કાર્ય માટે તમે હિંમત કરી નથી.કોઈ ડરને લીધે તમે જે કાર્ય અધૂરું છોડ્યું છે.મનનાં એક ખૂણે જે રહી ગયું છે.એ કાર્ય તમે મૃત્યુ પામશો છતાં એને પૂર્ણ કરવા ફરી મનુષ્ય રૂપે જન્મ લેવો પડશે.અને જે જે વાડો બાંધી છે.એ તોડવી જ પડશે.ફરી જન્મ લેતા પણ એ જ બાંધેલી વાડ તોડશો નહીં તો ફરી એજ વસ્તુ અધૂરો રહેલો એ જ એકડો ઘૂટવો પડશે.એ કરતાં આજ જ એક કદમ આગળ ભરી પોતાનું મનોબળ વધારવા હિંમત કરવી જોઈએ.અને તમે શા માટે પૃથ્વી પર આવ્યા છો?એ પોતાના અંતરાત્માને ઢંઢોળીને પૂછવાની કોશિશ કરવી જોઇએ.
મૃત્યુ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી આપણે ન ઇચ્છીએ
જીવનનો અંત કદાપિ મૃત્યુ નથી.અંત પહેલાં જો અંતરનો અવાજ સંભળાય જશે તો એકડો ઘૂટવાનો શરૂ થઈ જશે.આગલો ભવ એનાથી વધુ સહેલો પડશે.જ્યાં સુધી જીવ ટીપી ટીપીને પૂર્ણ પરમાત્માને યોગ્ય બનાવશો નહીં ત્યાં સુધી વારંવાર એ મૃત્યુ પામશે.એ પહેલાં જીવનને એવું બનાવો કે મૃત્યુ આવે તો કહી શકો કે,હજું આ ભવનું કામ અધુરું છે.મગશદ પૂર્ણ કરવા માટે લાગ્યા રહેશો તો ચોક્કસ મૃત્યુ ત્યાંથી ખસીને આગળ વધી જશે.હું જાણું છું કે આમ,કરવાથી તમે મૃત્યુને પણ છાતી ઠોકીને કહી શકશો કે,
“આગળ વધી જા મને વાર છે હજું!મારું પૃથ્વી પર આવવાનું મકસદ અધૂરું છે.”
તમે ક્યારેય ખડકાળ ડુંગર ચડ્યો છે? જો ચડ્યો હોય તો તમે જાણો છો કે,એ ચઢાણ વખતે રસ્તામાં આગળ વધતા તમે પડો છો.છોલાવ પણ છો.છતાં તમે ઉપર પહોંચીને જ જંપો છો.અને જો ત્યાં ડુંગરની ટોચે વાદળો પથરાયેલા હોય એક નાનકડું તળાવ બંધાયેલું હોય.તો લાગેલો થાક તમને ઉપર પહોંચતા આ રમણીય નજારો જોઈ આનંદમાં પ્રવર્તિ જાય છે.
એ જ રીતે આ જીવન ઝરણાં સુધી પહોંચવા અંતર આત્માની ઝાંખી કરો.પછી જુઓ કે આ જીવન શીખર સુધી પહોંચતાં વચ્ચે આવતા પથ્થરો એકાએક પગથિયાં બનીને ગોઠવાઈ જાશે.અને જે મક્કમતા મનમાં સ્થાપિત થશે એ અનંત હશે.એને કોઈ સીમા રોકી નહીં શકે.