સનાતન હિન્દુ ધર્મ અનુસાર ગાયના શરીરમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે.એ વાત તો આપણે જાણીએ જ છીએ. પરંતુ આ વાતની ગહનતા આપણે સમજી શક્યા નથી.આપણે એ સમજવા અસમર્થ છીએ કે, આપણું આ સમગ્ર જગત જે આપણે નિહાળીએ છીએ અને જે સુક્ષ્મ સ્વરૂપો નિહાળી નથી શકતાં એ બધું જ ગાયની અંદર જ રહેલું છે.
ગાયને નમન કરવાથી,એની સેવા કરવાથી શું ફળ મળે છે.એ બધું આપણે જાણવા છતાં અજાણ રહીએ છીએ.
‘શું તમે જાણો છો કે,સ્વયં ગાય જ એક માત્ર સ્વર્ગમાં જવાની સીડી છે…!’
એક ગાય બધાનાં ઘર આગણે હોવી જોઈએ.પરંતુ આજ એવું શક્ય નથી રહ્યું. છતાં પણ ગાયનું દૂધ,દહીં,ઘીનો ઉપયોગ રોજીંદા જીવનમાં આપણે અવશ્ય કરી જ શકીએ.ગાયનું પૂંજન અર્ચન અને એને આપેલાં દૂધ,દહીં,ઘીનું સેવન આપણને ક્યારેય કૃષ્ણ (પૌરુષત્વ)થી દૂર નહીં કરે. આપણામાં કોઈ વિકારો ભળી પણ જશે તો આ બધી વસ્તુઓમાં એવી તાકત છે કે,એ આ ભળેલા વિકારો સાથે લળી લેશે.
જે સતયુગ આપણે ઈચ્છીએ છીએ એ ગાય વગર કલ્પી ન શકાય. જો સમજાય તો હરેક યુગે જ્યારે જ્યારે શ્રીકૃષ્ણ એ જન્મ લીધો છે ત્યારે એની નજીક ગાય છે.તેથી એ પણ કહેવું યથાર્થ છે કે જ્યાં ગાય છે ત્યાં શ્રીકૃષ્ણ છે જ…!
ગાય એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે