કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક માત્ર અમર એવા હનુમાનજી, હનુમાન-રામના સંબંધની હળવી ફૂલ વાતો વાંચીને આનંદ થશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

16 એપ્રિલે હનુમાન જયંતિ દેશભરમા મનાવાય છે.રામાયણ મા ભગવાન રામનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ રામભક્ત હનુમાનજીનું પણ છે. આજના આધુનિક યુગના સંદર્ભમા હનુમાનજી એક આદર્શ તરીકે ઉભરી આવ્યા છે .હનુમાન એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે.

શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે. હનુમાનજીને સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવના 11માં અવતાર કહેવાય

હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રમુખ દેવતા માનવામાં આવે છે.રામ ભક્ત હનુમાન માનવ સંસાધનનો સારી રીતે ઉપયોગ કરવાનું જાણેછે.રામાયણના સુંદરકાંડ અને તુલસીદાસની હનુમાન ચાલીસામાં બજરંગબલીના ચરિત્ર પર
વિસ્તારથી વર્ણવામાં આવ્યું છે. તેના અનુસાર બજરંગબલીનો દરેક કિરદાર લોકો માટેપ્રેરણાદાયક છે.

હનુમાનજી અને ભગવાન રામ વચ્ચે પ્રેમનું એક અદભૂત બંધન જોવા મળે છે. આ સ્નેહ ફક્ત ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ નથી. રામ અને હનુમાન વચ્ચે જન્મ પહેલાથી જ એક સંબંધ જોડાઈ ચૂક્યો હતો. આ સંબંધ મુજબ ભગવાન રામ તથા હનુમાન એકબીજાના ભાઈ થાય છે.

યોગ્ય સમય થવા પર દશરથજીને ત્યાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. તો બીજી તરફ અંજનીએ હનુમાનજીને જન્મ આપ્યો. આ રીતે ભગવાન રામ અને હનુમાન વચ્ચે ભાઈ-ભાઈનો સંબંધ જોડાયેલ છે. આ જ કારણે હનુમાનજી અને ભગવાન રામના જન્મ વચ્ચે તિથિ અનુસાર માત્ર 6 દિવસનું અંતર છે.

હનુમાનજી ભગવાન શિવના અંશ હતા. તેમના પિતા કેસરી અને માતા અંજના હતા. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેઓ ખૂબ જ તેજસ્વી, કાંતિમય, બુદ્ધિશાળી અને શક્તિશાળી હતા.તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.

હનુમાનજીનો જન્મ દિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મ દિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની ચૌદસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે.

રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.

હનુમાનજીના જન્મપૌરાણિક કથા

કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો.

એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.

હનુમાનજી આજના સંદર્ભમા ભક્તોના આદર્શ બન્યા છે એમના ઉદાહરણો જોઈએ.

હનુમાનજી વિશે તુલસીદાસજી લખે છે કે, સંકટ कटे मिटे सब पीरा,जो सुमिरै हनुमत बल बीरा’ એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના કષ્ટને દૂરકરવાની ક્ષમતા છે. જેમાં એવી ઘણી ઘટનાઓનોપણ ઉલ્લેખ છે જે એ જણાવે છે કે તેમણે કેવી રીતેબળ અને બુદ્ધિનો ઉપીયોગ કરીને માતા સીતાને શોધી કાઢ્યા હતા.આજે અમે તમને હનુમાનજીના ગુણો વિશે સમજવાનો પ્રયત્ન કરીએ જેથી તેને જીવનમાં ઉતારવાથી જીવનનના દરેક દુ:ખ-કષ્ટ દૂર થઇ શકે છે.

સીતાની શોધમાં સમુદ્ર લાંધિ રહેલા હનુમાનજીને રસ્તામાં ‘સુરસા’ નામની નાણ માતાએ રોકી લીધા અને તેને ખાવાની જીદ કરી. હનુમાનજીએ વચન આપ્યું કે તે રામનું કામ કરીને આવશે ત્યારે પોતે જ તેનો આહાર બની જાશે પણ સુરસા ના માની. એવામાં હનુમાનજી સમજી ગયા કે બાબત માત્ર મને ખાવાની નથી પણ ઘમંડની છે. તેમણે તરતજસુરસાની સામે પોતાના કદને નાનું કરી દીધું અનેતેના મોઢામાં જઈને પાછા બહાર નીકળીગયા,તેનાથી સુરસા ખુશ થઇ ગઈ અને લંકા જાવાના રસ્તાને ખોલી નાખ્યો. હનુમાનજીના આ ઉદાહરણથી શીખ મળે છે કે જ્યા બાબત ઘમંડની આવે, ત્યાં બળ નહિ પણ બુદ્ધિનો ઉપયોગ કરવો
જોઈએ. મોટા લક્ષ્યને મેળવવા માટે જો ક્યાંય ઝૂ કવું ચોક્કસ ઝૂકી જાવ.

જે સમયે લક્ષ્મણ રણભૂમિમાં મુરચ્છીત થઇ ગયા, તેના પ્રાણની રક્ષા માટે હનુમાનજીએ પુરા પહાડને ઉઠાવી લીધો, કેમ કે તે સંજીવની જડી બુટી લાવવા
માગતા હતા.તેના દ્વારા હનુમાનજી એ શીખવે છે કે મનુષ્ય સમસ્યા સ્વરૂપ નહિ,સમાધાન સ્વરૂપ હોવું જોઈએ.

સમુદ્રમાં પુલ બનાવાના સમયે અપેક્ષિત કમજોરઅને મોટી સંખ્યામાં વાનરસેનાથી પણ કામકઢાવવું તેની વિશિષ્ઠ સંગઠનાત્મક યોગ્યતનાનું
પરિચાયક છે.રામ-રાવણ યુદ્ધના સમયે તેમણે પુરી વાનરસેવાનું નેતૃત્વ સંચાલન ખુબ સારી રીતે કર્યું હતું.નેતૃત્વના ગુણ શીખવા જેવું છે.

લંકામાં રાવણના ઉપવનમાં હનુમાનજી અને મેઘનાથ વચ્ચે થયેલા યુદ્ધમાં મેઘનાથે ષ્ણસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. હનુમાનજી ઇચ્છતા તો તેને તોડી શકે તેમ હતા, પણ તેમણે આવું ન કર્યુકેમ કે તે બ્રહ્માસ્ત્રનું મહત્વ ઓછું કરવા માગતા ન હતા.તેના માટે તેમણે મંત્રનો તીવ્ર આઘાત સહન કરીલીધો.જો કે તે પ્રાણધારક પણ થઇ શકતું હતું.તુલસીદાસજીએ તેના પર હનુમાનજીનીમાનસિકતાનું સૂક્ષ્મ ચિત્રણકર્યું છે.આદર્શો સાથે કોઈ સમજોતો નહિ કરવોએ શીખવ્યું.

જ્યારે હનુમાનજી લંકાના દરવાજે પહોંચ્યા ત્યારે તેમને લંકિની’ નામની રાક્ષસી મળી.રાતના સમયે હનુમાનજી નાનું રૂપ લઈને લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા,લંકિનીએ તેને રોકી લીધા.સમય ખુબ ઓછો હતો, હનુમાનજીએ લંકિની સાથે કોઈ વાદ-વિવાદ ના કર્યો સીધો જ તેના પર પ્રહાર કરી દીધો. લંકિનીએ રસ્તો છોડી દીધો. તેનાથી એ શીખ મળે છે કે જ્યારે મંજિલ નજીક હોય,સમયનો અભાવ હોય અને પરિસ્થિતિની માંગ હોય તો બળનો પ્રયોગ કરવો અનુચિત નથી.સમયના રહેતા કામ કરવું જરૂરી છે એ પણ શીખવ્યું

આપણે મોટાભાગે શક્તિ અને જ્ઞાનનું પ્રદર્શનકરતા રહીયે છીએ,ઘણી વાર તે જગ્યાએ પણ જ્યાંતેની બિલકુલ પણ જરૂરિયાત નથી હોતી.હનુમાન ચાલીસામાં લખ્યું છે કે તેમણે પોતાને લઘુ રૂપમાં રાખ્યા,કેમ કે અહીં તે એક પુત્રની ભૂમિકામાં હતા,પણ સંહારક રૂપમાં તે રાક્ષસો માટે કાળ બની ગયા.એક જ સ્થાન પર પોતાની શક્તિ બે અલગ અલગ રીતથી પ્રયોગ કરવો હનુમાનજી પાસેથી શીખીએ

હનુમાનજી એક આદર્શ બ્રચ્ચારી હતા.તેના બ્રમ્હચાર સમક્ષ કામદેવ પણ નતમસ્તક હતા.એ સત્ય છે કે હનુમાનજી વિવાહિત હતા, પણ તેમણે આ વિવાહ એક વિધાની અનિવાર્ય શરતને પૂર્ણ કરવા માટે પોતાના ગુરુ ભગવાન સૂર્યદેવના આદેશ પર કર્યા હતા. શ્રી હનુમાનના વ્યક્તિત્વનું આ મહત્વ જ્ઞાનના પ્રતિ સમર્પણની શિક્ષા આપે છે. તેના જ આધાર પર હનુમાનજીને અષ્ટ સિદ્ધિઓ
અને દરેક નવ નિધિઓની પ્રાપ્તિથઈ હતી.

હનુમાનજી સમુદ્ર લાંઘવા માટે નીકળી પડે છે.તે આકાશમાં ઉડી રહ્યા હતા ત્યારે જ સમુદ્ર વિચાર્યુ કે હનુમાનજી થાકી ગયા હશે,તેણે પોતાની નજીક રહેલા મૈનાક પર્વતને કહ્યું કે તું હનુમાનજીને વિશ્રામ આપે.મૈનાક પર્વતે હનુમાનજીને કહ્યું કે તમે થાકી ગયા હશો,થોડી વાર મારા પર બેસીને આરામ કરી લો.હનુમાનજીએ નિમંત્રણને માન રાખતા તેનો માત્ર સ્પર્શ કરી લીધો અને કહ્યું કે રામજીનું કામ
કર્યા વગર હું વિશ્રામ ના કરી શકું.મૈનાકનું માન પણ રહી ગયું અને હનુમાનજી આગળ ચાલવા લાગ્યા.તે રોકાયા નહીં,પોતાનું લક્ષ્ય ના ભૂલ્યા.આપણે પણ તેની આ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ,જ્યાં સુધી લક્ષ્ય મળી ના જાય ત્યાં
સુધી આરામ કરવો ન જોઈએઆમ હનુમાનજી આપણા સૌ માટે આદર્શ રહ્યા છે. આજના સંદર્ભમા હનુમાનજીના આદર્શ ની જરૂર છે

શનિની કૃપા મેળવવા માટે પણ ખાસ દિવસ

ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આ દિવસે અંજની પુત્ર હનુમાનનો જન્મ થયો હતો. આ વખતે 16મી એપ્રિલે હનુમાન જયંતી છે. શનિવારની સાથે-સાથે આ દિવસે કેટલાક એવા ખાસ યોગ બની રહ્યા છે, જે હનુમાન જયંતીને વધારે મહત્વપૂર્ણ અને ખાસ બનાવે છે. મંગળવાર અને શનિવારનો દિવસ ભગવાન રામના પરમ ભક્તને સમર્પિત છે.

લેખક :દીપક જગતાપ


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly