ટોર્ટિકોલિસ એ છે જ્યારે માથું એક તરફ વળે છે અને માથું એક સીધી રેખામાં પાછું વાળવું ખૂબ જ પીડાદાયક છે.
આ એક એવી તકલીફ છે જેમાં ગરદન અથવા ડોક એક તરફ વળેલી રહે છે, વ્યક્તિ પ્રયત્ન કરે ટો પણ ડોક સીધી રાખી શકાતી નથી. આ તકલીફ ના બે પ્રકાર છે:
1. કંજનાઈટલ : એટલે કે જન્મજાત
2. એક્વાયર્ડ : એટલે ક જન્મ થી ના હોય અને અમુક ઉમર પછી આ તકલીફ થવી
આવો આ બંને પ્રકાર વિષે જરા વધુ સમજીએ.
કંજનાઈટલ :
ટોર્ટિકોલિસ જન્મ સમયે હાજર હોઈ શકે છે અથવા જો બાળક એક જ સ્થિતિમાં ઊંઘે છે અથવા સતત તેનું માથું એક જ બાજુએ રાખે છે તો તે ધીમે ધીમે વિકાસ કરી શકે છે.
100 માંથી 0.3 થી 1.9% જેટલા બાળકો ને આ તકલીફ હોય છે. સ્ટરનોક્લેઈડોમાસ્ટોઈડ નામનું સ્નાયુ હોઇ છે ગરદનના ભાગમાં, જે એક તરફ થી નાનું હોઇ છે, જેને લીધે ડોક ત્રાંસી રહે છે.
આ ઉમર માં બાળક ને દુખાવો હોતો નથી. આનું મૂળ કારણ નક્કી કરી શકતું નથી. ડૉક્ટરોના કહવા મુજબ, ગર્ભમાં પૂરતી જગ્યા ના મળતી હોય બાળક ને ફરવાની, કે પછી બાળકની પોજિશન ઊંધી હોવાને લીધે થઈ શકે છે.
એ ઉપરાંત બીજા પણ અમુક કારણો હોઇ શકે છે.
બાળકોમાં થતી આ તકલીફ ને લીધે, જે તરફ ડોક નમેલી હોય તે બાજુનો કાન તે બાજુના ખભાની નજીક વળેલો રહે છે, જો ટોર્ટિકોલિસ કારણ છે, તો ગરદન, જડબા અને ચહેરો પણ અસમાન હોઈ શકે છે. એવી સ્થિતિ જેમાં માથું સતત એક તરફ વળે છે, જે ઘણીવાર પીડાદાયક સ્નાયુ ખેંચાણ સાથે સંકળાયેલું હોય છે.
માતાપિતાઓ માટે એ સમજવું અગત્યનું છે કે ટોર્ટિકોલિસ પોતાને ‘ફિક્સ’ કરતું નથી. એટલે કે તેની સારવાર લેવી અગત્યનું છે. બાળકો માં જો ડોક ત્રાસી દેખાય અને તેની સાથે સાથે બીજા કોઈ લક્ષણો હોય જેમકે, તાવ આવવો, ખાવામાં તકલીફ થવી, ખેંચ આવવી, આમનું કી પણ હોઇ ટો એ એક મેડિકલ એમરજેનસી છે. તરત જ મગજ ના ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ.
એક્વાયર્ડ:
ઘણી વાર ખોટા પોશ્ચર માં લાંબો સામે બેસી રહવાને લીધે, એક બાજુના સ્નાયુ ડેમેજ થતાં હોઇ, આ તકલીફ ઊભી થતી હોય છે.
આંખ ની કોઈ ખામી હોઇ, જેમ કે આંખ ત્રાંસી હોવી, ધૂંધળું દેખાવું, ખૂબ વધુ ચશ્માના નંબર હોવા, જેવી તકલીફોને લીધે ટોર્ટિકોલિસ થઈ શકે છે.
અમુક રોગો ની દવા ની આડઅસર રૂપે પણ આ તકલીફ થતી હોવાનું જોવામાં આવે છે.
નાના બાળકો માં ઘણી વાર જન્મ થી આ તકલીફ નથી હોતી, પણ એક બાજુ સૂઈ રહવામાં આવે તો તેને લીધે પણ આ તકલીફ થઈ શકે છે.
સારવાર વિષે વાત કરીએ તો, તકલીફ કઈ ઉમરે થઈ છે એના ઉપર નિર્ભર છે કે રિકવરી કેટલી આવશે.
જન્મથી હોઇ તેવા કેસમાં, બાળકના સ્ટરનોક્લેઈડોમાસ્ટોઈડ સ્નાયુની સોનોગ્રાફી કરાવવામાં આવતી હોઇ છે. એમ જો સ્નાયુ માં ગાંઠ બતાવે, તો આવા કેસમાં સર્જરી કરવાની પણ જરૂર પડી શકે છે.
પણ જો સ્નાયુ માં કોઈ પણ પ્રકારની ગાંઠ ના હોઇ, તો ફિજિયોથેરાપી થી આવા કેસ માં ખૂબ જ સરસ રિકવરી આવી જે છે. મે 13 વર્ષ માં ઘણા બાળકો ને ત્રાસી ડોક માટે કરવામાં આવતી કસરતો કરાવી છે, જેમાંથી મોટા ભાગના બાળકો ની ઉમર એક અઠવાડિયા ની આસપાસ હોય અને થેરપી શરૂ કરી દીધી હોય. એટલી નાની ઉમર થી કસરત શરૂ કરવી દેવને લીધે, ફટાફટ અને સંપૂર્ણ સારું થઈ જવાના ખૂબ સારા ચાન્સ હોય છે.
ઘણી વાર મે જોયું છે કે થેરપીમાં બાળક રડતું હોઇ છે એ જોઈને ઘરના લોકો થેરપી કરાવવાનું ટાળે છે, જે યોગ્ય નથી. સમયસર સાચી સારવાર થી બાળકને કાયમી તકલીફ ના રહે એના પર ભાર આપવું જોઈએ.
Safalya physio clinic, Nikol Ahmedabad
E-mail:- [email protected]