મારા મંદિરને ફૂલોથી શણગારીશ,
આંગણે રામને વધાવવા રૂડી રંગીલી રંગોળીની ભાત બનાવીશ,
મારો રામ આવે છે..
ઉંબરે કુમકુમ કેસરના સાથિયા પુરાવીશ, અને આસોપાલવ ના લીલાતોરણ બંધાવીશ,
મારો રામ આવે છે..
દીવડાથી આખા ઘરને ઝગમગાવીશ,
અને રામના નામના દિવા કરી મારા રામને તેડાવીશ,
મારો રામ આવે છે..
મીઠાઈ,પકવાન, ફરસાણ અને ભાતભાતની વાનગી બનાવીશ
અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવીશ
મારો રામ આવે છે..
રસ્તા પર રામ નામના નારા બોલાવી,
ધજા, પતાકા અને તોરણો લહેરાવીશ
મારો રામ આવે છે..
500 500 વર્ષના સમયના વહેણ પછી સુઃખનો સુરજ ઉગવાનો છે,
મને દર્શન દેવા પ્રત્યક્ષ મારો રામ આવે છે.
રામ ભગવાન જ નહિ પણ સંસ્કૃતિ છે,માન છે,મર્યાદા છે, નવા ભારતના નિર્માણનું નિમિત્ત છે..
ભલે મારો રામ આવે છે.
સૂચિતા ભટ્ટ…