વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પણ પહોંચે છે કે આપણી ઐતિહાસિક ધરોહરોની સંભાળ રાખવાની પણ જરૂર છે.
આ ઐતિહાસિક સ્થળોનું આંતરરાષ્ટ્રીય મહત્વ પણ હોય છે. આ યાદીમાં એવા સ્થળનો સમાવેશ કરવામાં આવે છે જેને યૂનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હોય. કોઈ સ્થાન વિશે યૂનેસ્કો માને કે માનવ સંસ્કૃતિ માટે તે જરૂરી છે અને તે સ્થાનનું સાંસ્કૃતિક અને ભૌતિક મહત્વ છે તો તેને વિશ્વ ધરોહર તરીકે માન્યતા મળે છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ એક એવી જગ્યા છે જે સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા સાંસ્કૃતિક મહત્વ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. વિશ્વ હેરિટેજ દિવસ આપણી વારસાની સંસ્કૃતિના સંગ્રહ અને જાળવણી કરવાની તક આપે છે જે પ્રાચીન મહત્વ ધરાવે છે.
18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની શરૂઆત 1982થી થઈ. આ પ્રસ્તાવને નવેમ્બર 1983માં યૂનેસ્કોએ માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે 18 એપ્રિલના રોજ આ દિવસ ઉજવાય છે. યૂનેસ્કોની યાદીમાં ખાસ સ્થળ જેવા કે વન ક્ષેત્ર, પર્વત, તળાવ, સ્મારક, ભવન કે શહેરનો સમાવેશ થાય છે.પહેલા દુનિયાના લગભગ 981 સ્થળોને વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યાહતા . જેમાં ઈટલીના 49, ચીનના 45, સ્પેનના 44, ફ્રાંસ અને જર્મનીની 38 ધરોહરનો સમાવેશ થતો હતો પછી ક્રમશ:એમાં ઉમેરો થતો રહ્યો.યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ભારતના 38 સ્થળનો સમાવેશ કર્યો છે
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોની પહેલથી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંધિ, વિશ્વના વારસાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે આ સંધિ વર્ષ ૧૯૭૨ માં લાગુ કરવામાં આવી હતી. સંધિ હેઠળ મુખ્ય ત્રણ શ્રેણીની ધરોહરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પ્રાકૃતિક ધરોહર સ્થળ, સાંસ્કૃતિક ધરોહર સ્થળ અને મિશ્ર ધરોહર સ્થળ.
વર્ષ ૧૯૮૨ માં, ઇકોમાર્ક નામની સંસ્થાએ ટ્યુનિશિયામાં આંતરરાષ્ટ્રીય મેમોરિયલ અને સાઇટ ડેનું આયોજન કર્યું હતું. આ સંમેલનમા એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે વિશ્વભરમાં આ પ્રકારનો દિવસ ઉજવવા માટે કંઈક આયોજન કરવું જોઈએ. ત્યારબાદ UNESCOના મહાસંમેલનની મંજૂરી બાદ ૧૮ એપ્રિલને વિશ્વ ધરોહર દિવસ જાહેર કરાયો તે પહેલા ૧૮ એપ્રિલ વિશ્વ સ્મારક અને પુરાતત્વ સ્થળ દિવસ તરીકે ઉજવવાની પરંપરા હતી.
આખા વિશ્વમાં કુલ ૧૧૨૧ ધરોહરો આવેલી છે. જેમાં ૮૬૯ સાંસ્કૃતિક ધરોહરો, ૨૧૩ કુદરતી કે પ્રાકૃતિક ધરોહરો અને ૩૯ મિશ્ર ધરોહર છે. જેમાંથી ભારતમાં કુલ ૩૮ ધરોહર આવેલી છે, જેમાં ૩૦ સાંસ્કૃતિક ધરોહર, ૭ કુદરતી કે પ્રાકૃતિક ધરોહર અને ૧ મિશ્ર ધરોહરનો સમાવેશ થાય છે.
૧૯૯૬ માં હેરિટેજ ડે નિમિત્તે એક સંબોધનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ કહ્યું, જયારે અમારી લોકશાહી રીતે ચૂંટાયેલી પ્રથમ સરકારે હેરિટેજ ડે ને આપણા રાષ્ટ્રીય દિવસોમાંનો એક બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે અમે તે કર્યું કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો છે આપણા નવા રાષ્ટ્રના નિર્માણમાં મદદ કરવા માટે એક ગહન શક્તિ છે….
યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ હેરિટેજ એ ભૂતકાળનો આપણો વારસો છે, આપણે આજે જેની સાથે જીવીએ છીએ, સાંસ્કૃતિક અને કુદરતી વારસો અમૂલ્ય અને બદલી ન શકાય તેવી સંપત્તિમાં શામેલ છે, ફક્ત દરેક રાષ્ટ્રની જ નહીં, પરંતુ સમગ્ર માનવતાની. વર્લ્ડ હેરિટેજ એ માનવજાતની વહેંચાયેલ સંપત્તિ અને જવાબદારી છે. તેથી, આ મૂલ્યવાન સંપત્તિનું રક્ષણ અને સંરક્ષણ આંતરરાષ્ટ્રીય સમુદાયના સામૂહિક પ્રયત્નોની માંગ કરે છે. આમ, આ વિશેષ દિવસ ઉજવવાથી વારસાની વિવિધતા અને તેના બચાવ અને સંરક્ષણ માટે જરૂરી પ્રયત્નો તરફ ધ્યાન દોરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાની તક મળે છે.
ભારતમાં એક કરતાં વધુ કલાના નમૂનાઓ, સુંદર ઇમારતો છે જે દાયકાઓ પહેલાં બાંધવામાં આવી હતી અને આજે પણ તેમની ઉત્કૃષ્ટ સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતી છે. વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે સંસ્કૃતિ અને સભ્યતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. ભારતમાં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે જે સંસ્કૃતિ, હસ્તકલા અને કલાના રૂપમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તમારા પરિવાર સાથે આ સ્થળોની મુસાફરી એ શ્રેષ્ઠ અનુભવોમાંનો એક છે. કુદરતી છાંયો વચ્ચે, આ ઐતિહાસિક ઈમારતો માત્ર ઈતિહાસની ઝલક જ રજૂ કરતી નથી, પરંતુ તમે તેમના અસ્તિત્વને વધુ સારી રીતે સમજી શકો છો…
ભારતમાં એવી ઘણી સુંદર સાઈટ છે જેને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી છે અને બીજી ઘણી હેરિટેજ સાઈટ છે જે આ પદ માટે રાહ જોઈ રહી છે.
ઘણી પ્રાચીન ધરોહરવાળા દેશ ભારતમાં આ સમયે એક કે બે નહી પરંતુ 15 એવી જગ્યા છે. જેને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવાની રાહ જોવાઈ રહી છે. તો જાણો એવી કઈ 15 જગ્યા છે જે વર્લ્ડ હેરિટેજ સાઈટ બની શકે છે.
-બિશનપુર મંદિર:–
આ મંદિરનું નિર્માણ 1600 થી 1655 વચ્ચેના સમયગાળામાં થયું હતું.
-સુવર્ણ મંદિર:-
આ મંદિરની સ્થાપના શીખ ધર્મનો સંદેશ દુનિયા સુધી પહોચાડવા માટે 1574 માં શીખોના ચોથા ગુરુ રામદાસે કરી હતી.
-ગોલકુંડા નો કિલ્લો:-
હેદરાબાદનો ગોલકુંડા નો કિલ્લો પણ તેમાં શામિલ છે.
કાકાત્ય મંદિર:-
તેલંગાના રાજ્યના કાકાત્ય મંદિરના પ્રવેશ દ્વારને પણ વર્લ્ડ હેરિટેજ માં સ્થાન મળી શકે છે.
-લોટસ મંદિર:-
બધા ધર્મોને સમાન ભાવ રાખવા માટે દિલ્હીમાં લોટસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
-મુગલ ગાર્ડસ:-
કાશ્મીરના 6 સુંદર બગીચાને મુગલ ગાર્ડસનું નામ આપવામાં આવ્યું છે. જેમાં શાલીમાર ગાર્ડન પણ શામિલ છે.
-શાંતિનિકેતન:-
રાજધાની કલકતાના આવેલું શાંતિનિકેતન પણ વર્લ્ડ હેરિટેજનો ભાગ બની શકે છે.
-મજુલી દ્વીપ:-
અસમના બ્રમાંપુત્ર નદીની વચ્ચો વચ મજુલી દ્વીપ આવેલું છે. મજુલી દ્વીપ લગભગ 80 કિલોમીટરમાં ફેલાયેલું છે.
-માંડું ની ધરોહર:-
અહી 61 એવી આતિહાસક ઈમારત છે જે દેશ માટે ખુબ જ અગત્યની છે.
-હોઈસલા:-
કર્ણાટકના હોઈસલામાં ઘણી આતિહાસક ઈમારતનું નિર્માણ થયું છે. તે સમયે લગભગ 1500 મંદિરનું નિર્માણ થયું હતું પરંતુ હવે માત્ર 100 જેટલા જ બચ્યા છે.
પદનાભામપુરમ મહેલ:-
કેરલથી લગભગ 50 કિલોમીટર દુર તમિલનાડુ ના કન્યાકુમારી માં સ્થિત પદનાભામપુરમ મહેલ નું નિર્માણ 16 મી સદીમાં થયું હતું.
-નાલંદા:-
બિહારમાં નાલંદાનો પોતાનો એક ગૌરવપૂર્ણ ઈતિહાસ છે.
-સારનાથ:-
ઉત્તરપ્રદેશના વારાણસીથી લગભગ 8 કિલોમીટર દુર આવેલું છે. જ્યાં ઘણી આતિહાસક ઈમારત છે.
-સેલ્યુલર જેલ:-
છેલ્લા 2000 વર્ષોથી આ જેલ અંદમાનમાં આવેલી છે.
-મેતાન્શેરી પેલેસ:-
કેરલમાં 1555 માં પોર્તુગીસોએ તેને બનાવ્યો હતો.
લેખક:દીપક જગતાપ