સંઘર્ષમાંથી ઉગરેલા સેલિબ્રિટી
લોક પત્રિકા સ્પેશિયલ
સાગર કલસરિયા
ટ્રાફિક – સમાજની એક એવી કડવી હકીકત છે કે જેનાથી જાગૃત થવું એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે લોકો ટ્રાફિકનું નામ પડતાં જ તે નજર અંદાજ કરી દેતા હોય છે પણ ટ્રાફિકના નિયમોનું પાલન ચુસ્તપણે થાય તો જ અકસ્માત જેવા બનાવો ટાળી શકાય છે. દેશમાં દર વર્ષે લાખો લોકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા મૃત્યુ પામે છે. તમને જણાવી દઈએ કે 10 માંથી સાત મૃત્યુ ઓવર-સ્પીડિંગને કારણે થતા હોય છે.
જાણો કોણ છે પિયુષ ધાનાણી
ગુજરાતના સુરત જિલ્લામાં સરકારી તંત્ર નહીં પણ એક 36 વર્ષના એક યુવાને લોકોને ટ્રાફિકનું પાલન કરાવવા માટે સંકલ્પ લીધો છે, તમને જણાવી દઈ કે આ યુવાન બીજો કોઈ નહીં પણ પિયુષ ધાનાણી છે. મૂળ અમરેલી ગામના વતની પિયુષ ધાનાણી પોતે છેલ્લા દસ વર્ષથી સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસોથી રોંગ સાઈડમાં આવતા વાહનોને પાછા વાળી તેને કાયદા અને ટ્રાફિકના નિયમોનું વિનમ્રતાથી ભાન કરાવી રહ્યા છે.
પિયુષને આ વિચાર ક્યાંથી આવ્યો?
પિયુષ ધાનાણી સમાજ સેવા તો છેલ્લા દસ વર્ષથી કરે છે પણ આ રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકવાનો વિચાર તમને તેમના અંગત પરિવારજન પરથી આવ્યો હતો. પિયુષ ધાનાણીએ અમારી સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓના એક પરિવારજન બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાંથી આવતા વાહને તેમને ટક્કર મારી અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર બાબતે પિયુષ ધાનાણીને એક વિચાર આવ્યો કે આપણે રોંગ સાઈડમાં આવતા વાહનોને કેમ ના રોકી શકીએ!
અને બસ.. પછી જાગ્યા ત્યાંથી સવાર
પિયુષ ધાનાણી રોંગ સાઈડમાં આવતા રાજાને રોકવા માટેના શરૂઆત પોતાનું કર્મસ્થળ સુરતથી જ કરી અને એવા વિસ્તાર કે જ્યાં લોકોને રોંગ સાઈડમાં આવવાની ખતરનાક આદત પડી ગઈ હતી. પછી સુરતમાં તો રોંગ સાઈડના રાજા તો રાઈટ સાઈડના રાજા બની ગયા અવો માહોલ પિયુષ ધાનાણીએ કરી બતાવ્યો.
તમને જણાવી દઈએ કે, અવાર-નવાર પિયુષ ધાનાણી આ સમગ્ર બાબત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ શેર કરતા હોય છે. જેથી લોકો પણ આ પ્રકારના વિડીયો જોઈને જાગૃત થાય અને લોકો પણ આ વીડિયો જોઈને ટ્રાફિકના નિયમો પાલન કરતા થાય. પિયુષ ધાનાણીને પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જોઈ લોકો સારો પ્રતિસાદ આપે છે પણ સાથે ક્યારેક ગાળોથી લઈને મારામારી સુધીની પણ વાત પણ પહોંચી જાય છે.
પિયુષ ઉપર સુરતમાં જીવલેણ હુમલો પણ થયો!
તમને જણાવી દઈએ કે હમણાં પિયુષ ધાનાણી ઉપર સુરતમાં જીવલેણ હુમલો પણ થયો હતો. વાત જાણે એમ હતી કે સુરતમાં એક વિસ્તારમાંથી રોંગ સાઈડથી આવતા એક બાઈક સવાર રાજાને પિયુષે રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બાઈક સવારે પાછા વળવાની જગ્યાએ પિયુષ સાથે બબાલ ઉપર ઉતરી આવ્યો પણ પિયુષ પોતાની વાત ઉપર મક્કમ રહ્યો અને પાછળ હટવાની બદલે પોતાનો વિરોદ્ધ ચાલુ રાખ્યો હતો.
જોત-જોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઈ ત્યાર બાદ બાઈક સવારે અને આસપાસના લોકોએ પિયુષને ખૂબ નિર્દયતાથી પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ફોનના કેમેરા કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ સમગ્ર બાબતની પોલીસને થતાં પિયુષ પર હુમલો કરનારાઓને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યાં અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ પણ પિયુષ ધાનાણી મક્કમતાથી ઊભા રહીને આજે પણ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
સુરત પોલીસ તંત્ર તરફથી કોઈ રોકટોક નથી
પિયુષ ધાનાણીનું પોતાના કામ અને સમાજસેવા બાબતે કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં તેમની આ સેવાકીય પ્રવૃત્તિને રોકવામાં પોલીસ તંત્ર તરફથી કે સરકાર તરફથી કોઈ રોકટોક કરવામાં આવી નથી. વાત ત્યાં સુધી કે જ્યારે મારા પર હુમલો થયો ત્યારે પણ સૌથી પહેલા પોલીસે જ મારી મદદે દોડી આવી હતી અને છેલ્લે સુધી ખૂબ મદદ કરી હતી.
જ્યારે જ્યારે હું આવા કોઈ સેવાકાર્યમાં ઘરેથી બહાર નીકળું છું ત્યારે એકલો જ હોઉ છું. હું કોઈ બોડીગાર્ડ કે અંગ રક્ષકો નથી રાખતો. મારી સુરક્ષા પોલીસ ભરોસે જ રહે છે. જો કે પોલીસ પણ એ વાત પર ખરી ઉતરી છે અને મને અત્યાર સુધી સુરત પોલીસે ખોબલે ને ખોબલે સપોર્ટ કર્યો છે અને કરતી રહેશે એવો મને સંપૂર્ણ ભરોસો છે.
કઈ પોલિટિકલ પાર્ટીમાં જોડાશે પિયુષ ધાનાણી?
તમને જણાવી દઈએ કે પિયુષ ધાનાણી ઉપર દરેક પોલિટિકલ પાર્ટીના પણ ફોન આવી ગયા છે અને પાર્ટીમાં જોડાવા ઓફર આપી છે. પણ પિયુષ ધાનાણીએ હાલ તો સ્વતંત્ર રહીને લોકોની સેવા કરવાનો સંકલ્પ બનાવેલો છે. પણ જો કોઈ સમાજસેવાના નામે ઓફર આવે તો પિયુષ વિચાર પણ કરી શકે છે એમ જણાવ્યું છે.
પિયુષના જવાબ પરથી ચોક્કસપણે એવું તારણ કાઢી શકાય તે આગામી સમયમાં કોઈને કોઈ પાર્ટી તરફથી પિયુષનું નામ સામે આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે પિયુષ ધાનાણીની ટ્રાફિક બાબતને આ પ્રવૃત્તિ જોઈને અન્ય પોલિટિકલ પાર્ટી પણ આ પ્રકારે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પિયુષ ધાનાણીનો સમાજને એક જ સંદેશ
પિયુષ ધાનાણીનો એક જ સંકલ્પ છે એ છે સમાજસેવા. પિયુષ સમાજને સંદેશ આપે છે કે, લોકો પણ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી સમાજ માટે આપે જેથી એક શ્રેષ્ઠ સમાજની રચના થઈ અને ભવિષ્યની પેઢીને કામ લાગી શકે. દરેકે પોતાના અને પોતાના પરિવાર માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.
Jio, Airtel કે VI? જાણો લોકો કોને સૌથી વધુ પસંદ કરે છે અને સૌથી સસ્તું કોણ?
અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ માટે ખાસ નિયમો, આ 10 વસ્તુઓ અંદર લઈ જઈ ઉપર પ્રતિબંધ, જાણો સમગ્ર વિગત
કારણ કે જ્યારે તમે રસ્તા પર ઓવર સ્પીડમાં જાઓ છો કે ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા ત્યારે ઘરે રાહ જોતા પરિવારને ભૂલી જાઓ છો. અત્યાર સુધીમાં લાખો પરિવાર રઝળી પડ્યા અને નોંધારા બન્યા છે. તો જો તમારે પણ તમારા પરિવારને એક દિવસ નોંધારા બનતા ન જોવો હોય તો જરૂરથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.